ETV Bharat / state

Surat Police : સુરતીમાં હવે 100 નંબર પર ફોન કરી મેળવી શકાશે લોન, દેશમાં સૌપ્રથમ વખત પોલીસની અનોખી પહેલ - People of Surat now gets loan on Dial 100

સુરતીલાલાઓને હવે લોન લેવામાં પોલીસ મદદ કરશે. અહીં જે લોકોને પણ લોનની જરૂર હોય તેઓ 100 નંબર (Dial 100 Number Police ) પર ફોન કરીને લોન મેળવી શકશે. આ નંબર પરથી હવે જરૂરિયાદમંદોને સરકારની વિવિધ સ્કીમ અંગેની જાણકારી આપવામાં આવશે.

Surat Police સુરતીલાલાઓ હવે 100 નંબર પર ફોન કરી મેળવી શકશે લોન, દેશમાં સૌપ્રથમ વખત પોલીસની અનોખી પહેલ

author img

By

Published : Jan 23, 2023, 3:29 PM IST

સરકારી યોજનાની મળશે માહિતી

સુરત: સમગ્ર રાજ્યમાં પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. સાથે જ પોલીસની મદદના કારણે અનેક લોકો આત્મહત્યા કરતા પણ બચ્યા છે. વ્યાજખોરો સામે લોકો સામે આવે એટલે પોલીસે રાજ્યભરમાં લોક દરબારનું પણ આયોજન કર્યું હતું. તેમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે, જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ત્યારે હવે સુરતની પોલીસે લોકોને સરળતાથી લોન મળે તે માટે નવી જ પહેલ શરૂ કરી છે.

આ પણ વાંચો Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

પોલીસની અનોખી પહેલઃ સામાન્ય રીતે 100 નંબર ડાયલ કરીએ એટલે પોલીસને ફોન લાગે છે. ત્યારે સુરત પોલીસે હવે 100 નંબર પર ફોન કરવાથી સરળતાથી લોન મેળવી શકશો તેવી સુવિધા શરૂ કરી છે. જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ પોલીસની અનોખી પહેલ છે. સાથે જ દેશભરમાં સૌપ્રથમ વખત એવું થશે કે 100 નંબર ડાયલ કરવાથી પોલીસ નહીં આવે પણ લોન મળશે. લોકોને સરકારની અલગ અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં પોલીસ મદદરૂપ થશે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે સુરત પોલીસના આ અભિગમ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો Ahmedabad usurer : વ્યાજખોરી કરતા પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પુત્રની કરાઈ ધરપકડ

સરકારી યોજનાની મળશે માહિતીઃ અત્યાર સુધી 100 નંબર પર ફોન કરી લોકો અપરાધિક ઘટના અંગે જાણકારી આપતા હતા અને પોલીસ મદદ મેળવવા માટે પોલીસને સંપર્ક કરતા હતા, પરંતુ હવે આ 100 નંબર પર ફોન કરી જરૂરિયાતમંદ લોકો લોન પણ મેળવી શકશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લોન મેળવવા માગે છે. પરંતુ કઈ રીતે લોન મેળવી શકે અને કયા સરકારી સ્કીમ હેઠળ તેઓ લોન મેળવવા પાત્ર છે તે અંગેની માહિતી લોકોને હોતી નથી. આવા લોકો માટે સુરત પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેના કારણે લોકોને લોન પણ મળી રહેશે અને જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરોના ચુંગાલ પણ બચી જશે.

13 સ્કીમો આધારે લોન અપાવવામાં મદદરૂપ થશેઃ હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. ઓછા વ્યાજદરે લોન માટે રહેઠાણના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે. લોકોને અલગ અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં પોલીસ મદદરૂપ થશે. પોલીસે અલગ અલગ પ્રકારની સરકારી સ્કીમોમાં લોનનું વ્યાજદર તેમ જ કયા કયા ડોક્યુમેન્ટો આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે.

પોલીસે 100 નંબર જાહેર કર્યોઃ પોલીસે માનવતાના ધોરણે જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાનું પણ કામ કરશે. દેશમાં પ્રથમવાર હશે કે, લોકોને લોન જોઈએ તો પોલીસ સામેથીની મદદ કરવા માટે તત્પર બની છે. અત્યાર સુધી પોલીસની છબી લોકોમાં ભય ઉત્પન્ન કરનાર વધારે હતી, પરંતુ સુરત પોલીસ દ્વારા જે પહેલ કરવામાં આવી છે. તેના કારણે જરૂરિયાત મંદ લોકોને આવકનું સાધન મળી રહેશે. અને આ માટે પોલીસે પોતાનો 100 નંબર જાહેર કર્યો છે. એટલે હવે સહેલાઈથી 100 નંબર પર ફોન કરીને લોકો લોન મેળવવા માટે પોલીસને કહી શકશે.

વ્યાજખોરોના ચુંગાલમાં આવી જાય છેઃ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ઘણા કેસોમાં જોવા મળે છે કે, જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લોકો લોન લઈ શકતા નથી અને વ્યાજખોરોના ચુંગાલમાં આવી જાય છે. અમે આવા લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છીએ . પોલીસે સરકારી અને અન્ય બેંકો સાથે સંપર્ક કર્યા છે જે લોકો લોન મેળવવા માટે અમને સંપર્ક કરશે અમે તેમની જાણકારી બેંકમાં આપીશું અને બેંકના ધારા ધોરણ પ્રમાણે જો તેઓ લોન મેળવવા પાત્ર હશે તો તેમને લોન મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.