સુરત: સુરતમાં ઘર વિહોણા લોકો માટે પાલિકાએ જુદા જુદા વિસ્તારમાં શેલ્ટર હોમ બનાવવામા આવ્યા છે. સુરત શહેરમાં બ્રિજ નીચે, ફૂટપાથ અને અન્ય જગ્યાએ ઘર વિહોણા લોકો રહે છે. આ ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમ સુધી પહોંચાડવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામા આવે છે. બાળકોને સ્કૂલમાં શિક્ષકો દ્વારા અભ્યાસ આપતી વખતે કેટલાક વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન પણ હતું એટલે કે આ બાળકો પેહલા સ્કૂલમાં હતા. તેઓની આર્થિક પસ્થિતિના સારી ન હોવાના કારણે અભ્યાસ લઈ સકતા ન હતા પરંતુ આજથી જ તેમની સ્કૂલ પણ શરૂ કરી દેવામાં આવી છે.
'આજથી લગભગ છ આઠ મહિના પહેલા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમના એસીપી પરમારે મને ફોન કર્યો હતો કે અમે સેન્ટર હોમમાં બાળકોને મૂકીએ છીએ. તેઓને અભ્યાસ માટે કોઈપણ પ્રકારના આધારભૂત પુરાવા હોતા નથી જેથી તેઓને અભ્યાસ મળી શકતો નથી. એટલે તમે શિક્ષણ સમિતિમાં છો તો પછી આ બાળકો માટે શું કરી શકાય છે? તો તેઓ મારી ઓફિસ પર આવ્યા હતા અને બાળકોનું લિસ્ટ પણ લાવ્યા હતા.' -સ્વાતિબેન સોસા, વાઇસ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
તેમને વધુમાં વધુમાં જણાવ્યું હતું કે અમે અમારા યુંઆરસી સીઆરસીને બોલાવ્યા કે આ બાળકો માટે શું કરી શકીએ છીએ? તે સમય દરમિયાન પરમાર સાહેબ ખુંબ જ ટેન્શનમાં હતા અને ત્યારબાદ તેમણે જણાવ્યું કે હવે આ અમારી જવાબદારી શિક્ષણ સમિતિની છે. તે માટે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોએ સાથ સહકાર આપ્યો છે. જેને કારણે આજે સેન્ટર હોમના બાળકોને અક્ષર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આજે પેહલા દિવસ જ તેમને એડમિશન પણ કરાવી આપ્યા.
95 જેટલા બાળકો નોંધાયા: તેમને વધુમાં વધુમાં જણાવ્યું હતું કે આજે 95 જેટલા બાળકો નોંધાયા છે. તેમાંથી ઘણા બાળકોના માતા-પિતા ગામ જતા હોવાના કારણે તેવા બાળકો સ્કૂલે આવી શક્યા ન હતા. અમારું એવું માનવું છે કે સુરત શહેરના કોઈપણ બાળક શિક્ષણ વગર ના રહી જાય એ રીતના પ્રયાસો અમારા ચાલી રહ્યા છે. અમે શહેરના તમામ સેન્ટર હોમ સાથે કોન્ટેક કર્યો છે. જો બાળકો ના આવે તો શિક્ષકો ત્યાં જઈને મળીને આવે છે અને બાળકોને લઈને આવે છે. હાલ તો બાળકોના અક્ષર જ્ઞાન અને તેમના ઉંમરના હિસાબથી તેઓને જેતે વર્ગમાં બેસાડવામાં આવશે.