આ અંગે કોંગ્રેસી કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. તો આ સાથે જ જો માંગણીઓ નહી સ્વીકારવામાં આવે તો વેરા વધારા સામે સોસાયટીના લોકો રસ્તા પર ઉતરવાની પણ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીસોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.સોસાયટીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી સમયસર વેરો ભરતા આવ્યા છે, ત્યારે વર્ષ 2019- 20 ના વેરામાં 300 ટકાનો વધારો કરાતા સ્થાનિક રોષમાં આવ્યા હતા.જેના વિરોધમાં સરથાણા સીમાડા નાકાની સોસાયટીના લોકો સુરત મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા. સોસાયટીના લોકોએ આરોપ મુક્યા છે કે વર્ષ 2019 ના વેરા ભરવા બાબતની નોટિસ સુરત મહાનગરપાલિકા દ્વારા પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં ગત વર્ષ કરતા ત્રણ ગણો વેરો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
આ અંગે પાલિકાનું કહેવું છે કે સિમાડા નાકા વિસ્તારને વોટર મેન ઝોન જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા ત્રણ વર્ષના વેરાને પાછલા બાકી તરીકે દર્શાવી 300 ગણા વેરાની માંગણી કરવામાં આવી છે.જોકે સોસાયટીઓ દ્વારા ગત વર્ષનો વેરો ભરપાઈ કરી દેવામાં આવ્યો છે.પરંતુ પાછલા ત્રણ વર્ષમાં વોટર તેમજ ડ્રેનેજ ચાર્જ વસૂલવા પાલિકાએ લોકોને નોટિસ પાઠવી છે.પાલિકા દ્વારા જે પ્રમાણે વોટર ડ્રેનેજ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે તેની સામે પુરતી સુવિધા સોસાયટી વાસીઓને મળી રહી નથી. આમ પાછલા વર્ષમાં કોઈ પણ પ્રકારની જાણ વગર વેરો તથા એનું વ્યાજ તેમજ પેનલ્ટી ગેરવાજબી તથા ગેરબંધારણીય રીતે સોસાયટીના લોકો પર ઠોકી બેસાડવામાં આવ્યો હતો. જેને તાત્કાલિક ધોરણ રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ અંગે કોંગ્રેસી કોર્પોરેટર અશોક જીરાવાળાએ જણાવ્યું કે,મનપા કમિશનરને વેરાવધારા સામે રજુઆત કરવામાં આવી છે.જ્યાં છેલ્લા પાંચ દિવસનો સમય માંગવામાં આવ્યો છે.તેમ છતાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અથવા તો ગુજરાત હાઇકોર્ટમાં PIL પણ દાખલ કરીશું.