સુરત: પીસીબી પોલીસે કુખ્યાત લૂંટ બાદ હત્યા કરનાર જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.આ ગેંગ દ્વારા રાંદેર વિસ્તારમાં લૂંટ કરવાના ઈરાદે 13 વર્ષ પહેલા વોચમેનની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા જાંબુઆ ની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગના મુખ્યા આરોપી કેશરીયા મંગલીયા બારિયા, બાબુભાઈ વેસ્તા બારિયા તથા રમુભાઇ વેસ્તા બારિયાને ગામની બહાર નીકળતા જ ધરપકડ કરી છે.
અનેક વખત હુમલાઓ: પોલીસ પકડવા આવે ત્યારે આ ગેંગ તીરકામઠાથી પોલીસ પર અનેક વખત હુમલાઓ પણ કર્યા હતા. આરોપી કેશરીયાએ તેમના ગામના બીજા લોકોની સાથે મળી પોતાની કેશરીયા ગેંગ બનાવી હતી ગેંગના માણસો અલગ અલગ શહેરોમાં મજુરી કામ કરવા જાય છે. નવા બાંધકામ વાળી સોસાયટીઓની રેકી કરી એકલ દોકલ મકાનમાં રહેતા હતા.ત્યાંના લોકોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા.વોચમેન ઉપર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો.
"સુરતમાં 2010માં રાંદેર વિસ્તારમાં આવેલ મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે નવી બંધાતી સોસાયટી વૈષ્ણવદેવી ટાઉનશીપમાં એક વોચમેન ની હત્યા કરાવી લાસ મળી આવી હતી. જેમાં પકડાયેલા તમામ ત્રણ આરોપીઓ માંથી મુખ્ય આરોપી તેના અન્ય પાંચ મિત્રો જોડે ઘટના સ્થળ ઉપર રેકી કરી તેમાં ધાડ પાડવાનો પ્લાન ઘડ્યો હતો.અને રાત્રીના સમયે ગેંગના 6 સભ્યો ચડ્ડી બનીયાન પહેરી જીવલેણ હથીયાર સાથે સોસાયટીમાં લૂંટ કરવા જતા ગેટ ઉપર હાજર ગનમેન સાથેના વોચમેન તેમને જોઈ જતા તેણે રોક્યા હતા.ત્યારે ગેંગના લોકોએ તે વોચમેન ઉપર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.બાદમાં બંદુક તથા મોબાઈલ ફોન લૂંટી ત્યાંથી નાસી ગયા હતા"--પી.આઈ.સુવેરા ( સુરત પીસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ.)
આરોપીની ધરપકડ: આરોપીઓને ગામની બહાર નીકળતા જ ઝડપી પડવામાં આવ્યા.વધુમાં જણાવ્યુંકે, તે સમય દરમિયાન આ ગેંગના સુરત ખાતે રહેતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગેંગના મુખ્યા સહિતના અન્ય સભ્યો આજ દિન સુધી પકડાયા ન હતા.આરોપીઓની શોધવા પોલીસ તેમના ગામમાં ગઈ ત્યારે તેઓ ત્યાંથી નાસી જઈ ગુજરાતના અલગ અલગ શહેરોમાં રહી મજુરી કામ કરવા લાગ્યા હતા. તેમજ પોલીસ તેમના સુધી પહોચી ન શકે તે માટે તેઓ કોઈ એક જગ્યાએ વધુ સમય રહેતા ન હતા. હાલ તેમના ગામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય જેથી તે કાર્યક્રમમાં હાજરી આપવા ગામમાં પ્રવેશ કરવાના છે. જેવી ચોક્કસ બાતમીમાં આધારે અમારી ટીમ મધ્યપ્રદેશના જામ્બુઆ ખાતે આરોપીની ધરપકડ કરવા પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી બે દિવસ સુધી વોચ રાખી આખરે આરોપીઓને ગામની બહાર નીકળતા જ ઝડપી પડવામાં આવ્યા છે અને સુરત લઇને આવી રહ્યા છે.