ETV Bharat / state

વસ્તી વધારા માટે સુરતમાં પારસી સમુદાયના નવદંપતિઓને ભેટમાં અપાય છે મકાન, વાંચો આ રસપ્રદ અહેવાલ - નવદંપતિ

સુરતઃ દૂધમાં સાકરની જેમ ભળી જાય તેવા પારસી સમાજની વસ્તી ખૂબ જ ઓછી છે. જેથી પોતાના સમાજની વસ્તી વધારવા માટે નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરત પારસી પંચાયત નવયુગલોને મકાન ભેટ આપે છે. બીજીતરફ યુનેસ્કો અને ભારત સરકાર પણ આ સમાજની વસ્તી વધે તે દિશામાં પ્રયત્ન કરે છે.

parsi samuday
author img

By

Published : Aug 16, 2019, 11:16 PM IST

લગ્ન કરનાર નવયુગલને ભેટ સ્વરૂપે બેડશીટ, તિજોરી અને સોફાથી માંડી ઘરની અંદર વપરાશ માટેની વસ્તુઓ વહેંચાતી જોઈ હશે. પરંતુ ઘર જ ભેટમાં આપી દેવાય તેવી અનોખી પહેલ પારસી સમાજમાં શરૂ થઈ છે. વળી, આ સાહસ પાછળનું કારણ પણ ખૂબ જ મજેદાર છે. પારસી સમાજ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો હોવાથી તેની વસ્તીમાં વધારો કરવા માટે સુરત પારસી પંચાયત દ્વારા નવયુગલોને ભેટમાં મકાન આપવાનો નિર્ણય કરાયો છે.

વસ્તી વધારા માટે સુરતમાં પારસી સમુદાયના નવદંપતિઓને ભેટમાં અપાય છે મકાન

છેલ્લા કેટલાય વર્ષોથી પારસી સમાજના લોકોની વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો હતો. પારસી સમાજના યુગલો લગ્ન કરે અને તેમની વસ્તીમાં વધારો થાય તે માટે પારસી પંચાયત દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. વળી, અત્યાર સુધીમાં પારસી પંચાયત દ્વારા 100 જેટલા નવદંપતિને ફ્લેટ ભેટ સ્વરૂપે આપી દેવામાં આવ્યાં છે.

સુરતની વસ્તી 60 લાખ જેટલી છે. પરંતુ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પારસી સમાજના માત્ર 3510 જ લોકો રહે છે. આ આંકડો ચિંતાનો વિષય બન્યો છે. આ આંકને વધારવા માટે સુરત પારસી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે.

સુરતમાં પારસી સમાજની વસ્તીનો રેશિયો

વર્ષ વસ્તી
1994 2823
1999 3883
2004 3616
2010 3696
2014 4023

Intro:Approved by vihar sir..

Population chart also attached plz take in story

સુરત : દૂધમાં સાકર ની જેમ ભળી જાય એવો પારસી સમાજમાં વસ્તી વધારવા માટે અનેક પ્રલોભનો આપવામાં આવે છે. યુનેસ્કો અને ભારત સરકાર દેશમાં પારસીઓ ની વસ્તી વધે એ માટે પ્રયત્ન કરી રહી છે.જ્યારે સમાજના આગેવાનો પણ પોતાના સમાજની વસ્તી વધે એ માટે પહેલ કરી રહી છે. સુરત પારસી પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ એક માત્ર પંચાયત છે જે પારસી સમાજના નવ યુગલોને મકાન ભેટ આપે છે.

Body:અત્યાર સુધી તમે ક્યારેય સાંભળ્યુ છે કે પોતાના સમાજમાં લગ્ન કરનાર લોકોને કોઈ સમાજ ફ્લેટ આપે પરંતુ આજે અમે તમને સુરત પારસી પંચાયત અંગે જણાવવા જઇ રહ્યા છે કે જે પોતાના સમાજના પારસી નવયુગલો માટે ફલેટ ગિફ્ટમાં આપે છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સુરત પારસી પંચાયતની આ પહેલ ખુબ જ જરૂરી બની ગઈ હતી કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી પારસી સમાજના લોકોની વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો હતો પારસી સમાજના યુગલો લગ્ન કરે અને તેમની વસતીમાં વધારો થાય એ માટે સુરત પારસી પંચાયત દ્વારા આ અનોખી સ્કીમ કાઢવામાં આવી છે. અત્યાર સુધીમાં 100 નવદંપતીઓ ને લગ્ન બાદ પંચાયત દ્વારા ફ્લેટ આપવામાં આવ્યા છે પારસી પંચાયતના ટ્રસ્ટી  યઝદી કરંજીયાએ જણાવ્યુ હતું કે નવયુગલોને ફ્લેટ આપવાની પહેલ વસ્તી વધારાના ઉદ્દેશથી કરવામાં આવી છે આજે આવા નવદંપતીઓ ના કારણે 21 જેટલા બાળકો સમાજને મળ્યા છે.

સુરતની વાત કરીએ તો સુરતની વસ્તી આશરે 6૦ લાખ જેટલી છે પરંતુ આ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પારસી સમાજના માત્ર 3510 લોકો રહે છે અને આ આંકડો હંમેશા એક ચિંતાનો વિષય રહ્યો છે 1994માં 2823, 1999માં 3883, 2004માં 3616, 2010માં 3696 અને 2014માં 3696 પારસીઓની વસ્તી સુરતમાં હતી એને વર્ષ 2014ની સરખામણીમાં આ વર્ષે આ વસ્તી થોડીક ઓછી પણ જોવા મળી રહી છે.યઝદી કરંજીયા એ જણાવ્યુ હતુ કે સમાજના લોકો પોતાને વેસ્ટર્ન કલ્ચર સાથે જોડે છે કોઈ લગ્ન નથી કરતા અને કોઈ લગ્ન કરે છે તે પણ ઍક અથવા બે થી વધારે બાળકોને જન્મ નથી આપતા તેઓ એકલા રહેવાનુ વધુ પસંદ કરે છે આ જ કારણ છે કે પારસી સમાજના લોકોની સંખ્યા ખુબ જ ઓછી છે.

Conclusion:વિશ્વભરમાં પોતાની છબી શાંતિપ્રિય બનાવી રાખનાર સમાજના લોકો હંમેશા મિલનસર સ્વાભાવના રહ્યા છે. સુરતમાં તેમની વસ્તી વધારવા માટે પંચાયતે પ્રયાસો શરૂ કર્યા છે અને તેના પરિણામો પણ હાલ જોવા મળી રહ્યા છે તેમણે આશા વ્યક્ત કરી છે અમારા પ્રયાસો જરૂર રંગ લાવશે અને અમારા સમાજની વસ્તીમાં પણ વધારો થશે.

બાઈટ : યઝદી કરંજીયા (સુરત પારસી સમાજ -ટ્રસ્ટી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.