સુરત પાલ બ્રીજ મુદ્દે 20 મિલકતધારકોને નોટિસ, મકાન ખાલી કરવાનો આદેશ - બછાનિધી પાણી
સુરતમાં તાપી નદી પર 95 ટકા બની ગયેલા પાલ ઉમરા બ્રિજ પ્રકરણમાં આખરે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બછાનિધી પાનીએ જગ્યા ફરજિયાત સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે. તમામ 20 મિલકતધારકોને નોટિસ આપી મકાન ખાલી કરી દેવા માટે આદેશ કર્યો છે.
પાલ બ્રીજ
Intro:સુરત : છેલ્લા 9 વર્ષ થી સુરતના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા આખરે તે દિવસ નજીક હોય એવું લાગી રહ્યું છે. તાપી નદી પર 95 ટકા બની ગયેલા પાલ ઉમરા બ્રિજ પ્રકરણમાં આખરે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બછાનિધી પાણીએ જગ્યા ફરજિયાત સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે. તમામ 20 મિલ્કતધારોને નોટિસ આપી મકાન ખાલી કરી દેવા માટે આદેશ કર્યો છે. 30 દિવસમાં જો મિલ્કતધારો પોતાની મિલકત નહીં ખાલી કરે તો ફરજિયાત મનપા દ્વારા જગ્યાને સંપાદિત કરી મિલ્કતોનું ડિમોલિશન કરવામાં આવશે.
Body:સુરત પાલ ઉમરા બ્રિજના ઉમરા તરફે આવતાં મકાનની લાઈનદોરીનો અમલ ઝડપભેર કરવા માટે સુચના આપી દેવામાં આવ્યો છે. આ સૂચના પોતે પાલિકા કમિશ્નર બછાનિધી પાણીએ આપી છે. આશરે 95 ટકા પૂર્ણ થયેલા આ બ્રિજનું પૂર્ણ ન થવા પાછળનું કારણ ઉમરા બાજુ રહેનાર 20 મિલ્કતધારો છે કે જેઓ પોતાની મિલકત સંપાદિત કરી રહ્યા નથી. જેથી આશરે 10 લાખ લોકો આ બ્રિજ પર અવર જવર કરવાથી વંચિત છે. સંપાદનની કામગીરી પુરી થાય ત્યાર બાદ બ્રિજનું કામ શરૂ થયાના ટુંકા ભવિષ્યમાં જ બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. પાલ-ઉમરા વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઘટડાવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Conclusion:પાલિકા તંત્ર લાંબા સમયથી અસરગ્રસ્તો સાથે વાટાઘાટ કરી રહ્યું છે પરંતુ સાત અસરગ્રસ્તોની સંમતિ મળી છે. જેથી પાલિકાએ તમામ મિલ્કતધારોને 30 દિવસની નોટીસ ફટકારી જગ્યા ખાલી કરવા જણાવ્યું છે. સાથે જ અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા પણ આપવામાં આવી છે પાલિકા કમિશ્નર બછા નિધી પાણીએ જણાવ્યું હતું કે, જો તેમ છતાં મિલ્કતધારો જગ્યા ખાલી નહિ કરે તો તેમની પ્રાથમિક સુવિધા, વીજળી, ડ્રેનેજ, પાણી અને સફાઈ જેવી સુવિધા ખેંચી લેવામાં આવશે અને ડિમોલિશન ની કામગીરી હાથ ધરાશે..
બાઈટ : બછા નિધી પાણી (મ્યુનિસિપલ કમિશ્નર )