સુરત: ઓરિસ્સા પરિવાર અને સમાજના લોકોએ પીડિત પરિવારને બે દિવસ પેહલા 7 વર્ષની બાળકી રેપ વિથ હત્યા મામલે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.જેને લઈને ઓરિસ્સા સમાજ અને પીડિત પરિવારે રાજ્ય ગૃહપ્રધાન જોડે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો.
ફાંસીની સજા: સુરત ઓરિસ્સા પરિવાર અને સમાજના લોકોએ પીડિત પરિવારને બે દિવસ પેહલા 7 વર્ષની બાળકી રેપ વિથ હત્યા મામલે આરોપીને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી. જેને લઈને ઓરિસ્સા સમાજ અને પીડિત પરિવારે પ્રધાન જોડે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો. આ ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી. ત્યારબાદ આ મામલે ઓરિસ્સા સમાજના લોકો અને પીડીત પરિવાર દ્વારા રોડ જામ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી આ એક સિક્કાના બે પ્યાલુ છે : હર્ષ સંઘવી.
સમાજના સૌ આગેવાનો: સુરત શહેરમાં થોડા દિવસો પેહલા એટલે કે જે દિવસે ચૂંટણીનું પરિણામ હતું. તે દિવસે જ શહેરના ચોક બજાર વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની ઘટના બનતા સમાજના સૌ આગેવાનો ને મળવાનું થયું હતું.ત્યારે સમાજના આગેવાનોની માત્ર એક જ માગણી હતી કે,કે દોષિતને કોઈપણ એટલે કોઈ પણ પ્રકારની છૂટ ના મળે અને આ સાત વર્ષની બાળકીને તેમના પરિવાર જનોને ન્યાય જરૂરથી મળવો જોઈએ.અને ન્યાય મળવામાં સમયના લાગે તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને ન્યાયિક પ્રક્રિયા આગળ વધે- ગૃહપ્રધાન હર્ષ સંઘવી
આ પણ વાંચો હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો
વચન આપ્યું: તે સમય દરમિયાન રાજ્ય ગૃહ પ્રધાનએ આ સમાજ જોડે વાતચીત કરી પરિવારને ઝડપથી ન્યાય મળશે તેવું વચન આપ્યું હતું. જેથી પરિવારને બે દિવસ પહેલા આ મામલે જ ન્યાય મળતા આજરોજ રાજ્ય ગૃહ પ્રધાનનો આભાર માનવા માટે પહોંચ્યા હતા. જેમાં બાળકીના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. એમ કહ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ ન્યાય બાબતે સરકાર તેમની મદદ કરશે. આમ અન્ય રાજ્યમાંથી કામ હેતું આવેલા પરિવારને ન્યાય મળતા સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે.