સુરત : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલ સર્જરી વોર્ડની બહાર જ પાણી ટપકતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાર્બેજ બેગ મૂકી દેવાઇ : દર્દીઓને હાલાકી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલ સર્જરી વોર્ડની બહાર જ પાણી ટપકતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટપકતું પાણી ત્યાં જમીન ઉપર ન પડે તે માટે કચરા માટે રાખવામાં આવેલી ગાર્બેજની થેલી મૂકી દેવામાં આવી છે. જેથી તમામ વરસાદી પાણી તેમાં પડી રહ્યું છે.
આ બિલ્ડીંગમાંં થોડા સમય બાદ ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે. આ બિલ્ડિંગને ખાલી કરીને સસેન્સેલિંગ અને કિડની બિલ્ડિંગમાં શિફ્ટ કરવાના છીએ. હાલ જે વોર્ડ F4ની પરિસ્થિતિ છે તેને હાલ જ કિડની બિલ્ડિંગમાં લઇ જવામાં આવશે. બિલ્ડિંગ ઉતારી લેવા બે મહિના પહેલા આ વાત થઇ હતી પરંતુ કોઈ કારણસર આ કામ અટકી ગયું હતું...ડો.ગણેશ ગોવેકર ( નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ )
સમારકામ નથી કરવાનું : જૂની બિલ્ડીંગને ઉતારી લેવાની છે જેને કારણે હોસ્પિટલ દ્વારા જૂની બિલ્ડીંગમાં સમારકામ પણ કરવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ જે જર્જરીત હાલતમાં હોવાને કારણે જ તેને હોસ્પિટલની નવી કિડની બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ હજી પણ ઘણા બધા વોર્ડ કાર્યરત છે. જૂની બિલ્ડીંગને ઉતારી પાડવાનું કોઇ કામ તો શરુ થયું નથી એની જગ્યાએ કોઇ સમારકામ પણ કરવામાં આવતું નથી.
તમામ પ્રકારની સમસ્યાઓ અહીં હાજર : જર્જરિત જૂની બિલ્ડિંગમાં અવારનવાર પાણી જ નહી પરંતુ અન્ય મોટા પ્રશ્નો પણ છે જ. જેમાં સ્લેબ પડવા, પોપડા પડવાની જેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલ જયારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હોસ્પિટલના કેટલાક વોર્ડની બહાર વરસાદી પાણી ટપકી રહ્યું છે. જેને કારણે આવનારા દર્દીઓ હોય કે પછી તેમના સગાસંબંધીઓ તેની સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
54 વર્ષ જૂની બિલ્ડીંગ : પાંચ દાયકા કરતાં વધુ સમય જૂની હોવાના કારણે ખખડી ગયેલા બાંધકામમાં વરસાદી માહોલમાં વરસાદી પાણી ટપકવાના બદલે વરસતાં જ હોય એવી સ્થિતિ બનતી રહે છે. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવકરે જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ 54 વર્ષ જૂની થઇ ગઈ છે. તેના કારણે વરસાદી માહોલમાં ઘણી જગ્યાએ પાણી ટપકે છે.