સુરત : સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગૃહિણીઓથી લઇ રિટાયર્ડ સિનિયર સીટીઝન હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ મેળવી રહ્યા છે. જોકે યુનિવર્સિટી ખાતે ગત 24 ઓગસ્ટના રોજથી સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સર્ટિફિકેટ કોર્સ તરીકે સંસ્કૃત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવેલો છે. જોકે આ પહેલાં સૌપ્રથમ વખત આ કોર્સ બનારસ વિશ્વ વિદ્યાલય શરૂ કર્યો હતો અને ત્યારબાદ ગુજરાતનો પ્રથમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
કુલ 21 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો : પ્રથમ વર્ષ 2022-23 દરમ્યાનમાં કુલ 13 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ હતો તો બીજા વર્ષ 2023-24 દરમ્યાનમાં કુલ 21 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ છે. અને સેન્ટર ફોર હિંન્દુ સ્ટડીઝમાં સેમેસ્ટર 1 થી 4 સુધી છે. અને આ હિન્દુ સ્ટડીઝમાં 25 થી 60 વર્ષ સુધીના લોકો અભ્યાસ લેવા માટે આવે છે.જેમાં નોકરિયાત વર્ગના, સિનિયર સીટીઝન, અને રીટાયર્ડ લોકો અભ્યાસ લઇ રહ્યા છે.તો આવો જાણો શા માટે તેઓ અભ્યાસ લઇ રહ્યા છે? અને કયા વિષય ઉપર અભ્યાસ આપવામાં આવે છે. અમારી પાસે અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જણાવ્યું કે, હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ દેશમાં પહેલી વખત બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આપણા ગુજરાતના આપણી યુનિવર્સિટીમાં હિંન્દુ સ્ટડીઝ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યું છે.અને તેની માટે એક અલગ આખો સેન્ટર બનાવી આ અભ્યાસ આપવામાં આવે છે.જેમાં ગત વર્ષે જયારે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે કુલ 15 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો.અને આ વર્ષે કુલ 25 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે.અને અમારી પાસે અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ છે...બાલાજી રાજે (સેન્ટર ફોર હિંન્દુ સ્ટડીઝના કોઓર્ડિનેટર, વીએનએસજીયુ)
વિચારોના મોડલ્સ ઊભા કરી શકીએ : વધુમાં તેમણે જણાવ્યું કે, આ અભ્યાસના કારણે ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રમાં આપણે આપણા પોતાના વિચારોના મોડલ્સ ઊભા કરી શકીએ છીએ. હિંન્દુ સ્ટડીઝના ભવિષ્યની વાત કરવામાં આવે તો ભારતીય જ્ઞાન પરંપરા જે એક સમયમાં ભારતમાં શિક્ષણની મુખ્ય પ્રણાલી કહેવામાં આવતી હતી, પરંતુ કોઈ કારણોસર આ અભ્યાસ આપણા શિક્ષણમાંથી લુપ્ત થઇ ગયું હતું. આ અભ્યાસના કારણે ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રમાં આપણે આપણા પોતાના વિચારોના મોડલ્સ ઊભા કરી શકીએ છીએ. આગળના 10 વર્ષમાં અલગ અલગ સેક્ટરોમાં લાખો નોકરીઓ ઉભી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.જેથી અલગ-અલગ અલગ સેક્ટરમાં રોજગારી મળશે તેવી શક્યતાઓ છે.
રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદ વેદાંગ પણ છે : વધુમાં જણાવ્યું કે, હિંન્દુ સ્ટડીઝના વિષયની વાત કરું તો, ભારતીય દર્શન થઇ લઈને સંસ્કૃત પરિચય, વાદ પરંપરા, પ્રમાણ સિદ્ધાંતો પ્રકારના વિષયો છે તે ઉપરાંત લો એન્ડ જ્યુડિશિયરી સ્ટુડન્ટ, ઇન્ડિયા મિલેટ્રી સાઇન્સ, વેસ્ટન મોથોડ્સ ઓફ અંડર સ્ટડી આ પ્રકારે આધુનિક વિષયો પણ છે.જેનો મતલબ એમ છેકે, આજે પબ્લિક પોલીસી, એડમિનિસ્ટરની સમસ્યાઓ હોય તો દેશના લોકોની સમસ્યાઓ શું છે? તો ભારતીય સમાજ, તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાતોને કેન્દ્રમાં મૂકીને વિષયો તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદ છે તો વેદાંગ પણ છે.એટલે કે દેશની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તેના વિશે વિચારવાવાળા લોકો અહીંથી અભ્યાસ લઇ બહાર જઈ શકે છે.
ગૃહિણીઓ પણ છે : બાલાજી રાજેએ વધુમાં જણાવ્યું કે આ અભ્યાસ લેવા માટે 63 થી વધુ ઉંમરવાળા વ્યક્તિ શશીકાંત શર્મા છે. તેઓ પણ અભ્યાસ લઈ ચૂક્યા છે અને આ વર્ષે એવા વિદ્યાર્થી પણ છે જેની ઉપર 23 વર્ષની છે. એવા લોકો પણ જેઓ નોકરી કરે છે અને એવા લોકો પણ કે જેઓ વૈજ્ઞાનિક છે. ભારતીય જ્ઞાન પરંપરામાં સંશોધન કરી રહ્યા છે તેવી ગૃહિણીઓ પણ છે.
મેં 18 વર્ષ બાદ ફરી યુનિવર્સિટીના હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે અને અભ્યાસ મેળવી રહી છું. આ અભ્યાસ મેળવવા પાછળનું કારણ આજના યુગમાં સંસ્કૃત ભાષા શું છે એ લોકોને ખબર નથી. આજના લોકો એવું કહી રહ્યા છે કે, સંસ્કૃત ભાષા તો જૂની થઇ ગઈ છે તેનો અભ્યાસ લઈને આપણને શું કામ આવશે. તો મારું માનવું છે કે સંસ્કૃત ભાષા વિષે આપણને થોડું પણ જ્ઞાન હોય તો વિશ્વની કોઈપણ એવી ભાષા ન હોય જે તમને આવડતી ન હોય. મહત્વની બાબત એ છે કે, આજકાલ લોકો ઇંગ્લિશ ભાષા પાછળ વધારે ભાગી રહ્યા છે. તો આ ઇંગ્લિશ ભાષા પણ આપણા સંસ્કૃત ભાષામાંથી જ આવી છે. તથા મારો બીજો હેતુ એ છે કે હું મારા છોકરાઓ માટે અહીં અભ્યાસ મેળવવા માટે આવી છું. આપણે આપણા બાળકોને તે તમામ વસ્તુઓ આપીશું તો આપણે સંસ્કાર અહીંથી જ આપવામાં આવશે. આજના બાળકો પાસે બધું છે, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ આપવાનું ભૂલી ગયા છીએ...અલ્પા ખુંટે (હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ લેનાર ગૃહિણી)
પ્રાચીન સંસ્કૃતિથી વિષે જાણવાનો મોકો : આ બાબતે હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ લેનાર એલઆઇસી સલાહકાર રક્ષા રાયે જણાવ્યું કે, અભ્યાસ કરવા પાછળનું કારણ મારું માનવું એમ છે કે, હિન્દુ સ્ટડીઝ એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં અભ્યાસ મેળવીને તમને તમારા પ્રાચીન સંસ્કૃતિથી વિષે જાણવાનો મોકો મળે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ કેટલી મજબૂત હતી તે વિશે આપણને જાણવાનો મોકો મળે છે. તે તમામ વિશે જાણવા માટે આ અભ્યાસ મેળવો ખૂબ જ જરૂરી છે. અને આપણા પ્રાચીન સંસ્કૃતિ, પૌરાણિક ગ્રંથો વિશે જાણકારી હશે તો, આપણે બહાર સમાજમાં જઈ આપણા ધર્મ વિશે વાતો કરી શકીએ છીએ.
વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન ખૂબ જ ઓછું : આ બાબતે હિંન્દુ સ્ટડીઝનો અભ્યાસ લેનાર શેરબજારના એક્સપર્ટ ઉમેશ પંચાલે જણાવ્યું કે, આજના આધુનિક ટેકનોલોજીવાળી દુનિયામાં જે રીતે અભ્યાસ આપવામાં આવે છે. પરંતુ તેના રૂપે જે રીતે પરિણામ આવવું જોઈએ તે આવતું નથી. જે રીતે અભ્યાસ આપવામાં રહ્યું છે તે રીતે વિદ્યાર્થીઓ માટે ડિપ્રેશનમાં જોવા મળી રહ્યા છે. તેને કારણે વિદ્યાર્થીઓમાં સ્યૂસાઈડની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તથા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પહેલા એવું થતું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને નમસ્કાર કરતા હતાં પરંતુ આજે ઉલટું થઇ રહ્યું છે. આજે શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. શિક્ષકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
આધુનિક શિક્ષણ નીતિમાં હિંન્દુ સ્ટડીઝનો સમાવેશ : વધુમાં જણાવ્યું કે, આજના યુગમાં શિક્ષણમાં આટલો બદલાવ શા માટે તો તેની પાછળનું મુખ્ય કારણ જે રીતે પહેલા અભ્યાસ આપવામાં આવતો હતો. પુરાણોમાં વૈદિક તેમાં ખૂબ જ સરસ રીતે અભ્યાસ આપવામાં આવતો હતો. તે સમય દરમિયાન શિક્ષકો, માતા-પિતા માટે ખૂબ જ સન્માન હતું. તો આ અભ્યાસ લેવા પાછળનું બીજું મુખ્ય કારણ જોવા જઈ તો આધુનિક શિક્ષણ નીતિમાં આપણે કઈ રીતે હિંન્દુ સ્ટડીઝનો સમાવેશ કરી શકાય જે થકી ભવિષ્યમાં આવનારી આપણી યુવા પેઢી છે તે કઈ રીતે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.