ETV Bharat / state

Surat News : સુરતમાં પાણીની મોટર બંધ કરવા ગયો હતો કિશોર, વીજકરંટ લાગતાં થયું મોત

સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 10માં ભણતાં વિદ્યાર્થીનું વીજકરંટ લાગતાં મોત થયું હતું. આ મામલે ઉમરા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ ચાલુ કરી છે.

author img

By

Published : May 29, 2023, 5:42 PM IST

Surat News : પાણીની મોટર બંધ કરવા ગયો હતો કિશોર, વીજકરંટ લાગતાં મોત

પાણીની મોટર બંધ કરતાં કરંટ લાગ્યો

સુરત : સુરતમાં બાળકોની નજીવી હરકત કે ગફલતથી મોત પામવાનો વધુ એક બનાવઉમરા પોલીસના ચોપડે નોંધાયો છે. વાલીઓ માટે ચોંકાવનારી આ ધોરણ 10ના વિદ્યાર્થીનું વીજકરંટ લાગતાં મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં રાજહંસ ટાવરની પાછળ આવેલ બંગલામાં પાણીની મોટર બંધ કરવા જતા 15 વર્ષીય કિશોરને કરંટ લાગતા જમીન ઉપર ફેંકાઈ ગયો હતો અને મોત નીપજ્યું હતું.

હોસ્પિટલમાં મૃત જાહેર : કિશોરને વીજકરંટ લાગ્યાની ઘટનાની જાણ થતા જ પરિવારે કિશોરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. તો બીજી બાજુ હોસ્પિટલ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કિશોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે તે સાથે જ અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જેમની ડેથ થઇ છે તેઓ મારાં સાળા લાગે છે. હું શુભમ બગ્લોઝમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરું છું. મારાં સાળા વિજય ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને 4 દિવસ થયા તેનું ધોરણ-10નું પરિણામ આવ્યું હતું. ત્યારબાદ તે રાજસ્થાનથી સુરત ફરવા માટે આવ્યો હતો. ગઈકાલે રવિવારે હું બંગલામાં પાર્કિંગ ધોઈ રહ્યો હતો ત્યારે અને મારું આજ કામ છે. સાંજે 4:30 વાગે મારું કામ કરી રહ્યો હતો ત્યારે પાર્કિંગના બધી જ જગ્યાએ પાણી હતું...સચીન કટારા (મૃતક કિશોરના સંબંધી)

મોટર સાથે રમત કરતાં લાગ્યો કરંટ : મૃત કિશોરના સંબંધીએ વધુમાં જણાવ્યું હતું કે મેં વિજયને કહ્યુંકે, મોટર બંધ કરીને આવો તો ગાડી ધોવાની મોટર સાથે વિજય છેડછાડ કરવા લાગ્યો હતો. જેને કારણે તેને અચાનકમાં કરંટ લાગી ગયો હતો. ત્યારબાદ ભાભીએ મને બોલાવીને કહ્યું કે અજય પડી ગયો છે તમે પાર્કિંગમાં આવો તો ત્યાં જઇનો જોયું તો અજયની બોડી કડક થઇ ગઈ હતી. વાયર બળી જવાના કારણે તેના બોડીમાંથી પણ સ્મેલ આવી રહી હતી.

મૃતક તેનું પરિણામ આવ્યા બાદ ચાર દિવસ પહેલા જ સુરત પોતાના બનેવી સચીન કટારા જેઓ કાલે પોઇન્ટ રાજહંસ ટાવરની પાછળ આવેલ રાજહંસ માલિકના બંગલામાં જ કામ કરે છે ત્યાં આવ્યો હતો. ગઈકાલે પાણીની મોટર બંધ કરવા જતા તેને કરંટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક બાપ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે....અજિત (પોલીસ કોન્સ્ટેબલ)

બાપ્સ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી : આ બાબતે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજિત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. અને પોલીસને બાપ્સ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી. મૃતક કિશોર જેનું નામ અજય સવજીભાઈ મીણા છે. તેઓ રાજેસ્થાનમાં આવેલ ડુંગરપુરમાં સબલાના તાલોરા હિ્મીનગર ગામનો છે. 15 વર્ષના હતાં અને ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.

  1. Elephant dies: તમિલનાડુમાં વીજ કરંટથી હાથીનું મોત, જુઓ ચોંકાવનારો વીડિયો
  2. Hyderabad News: હૈદરાબાદમાં વીજ કરંટ લાગવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
  3. 2 Panther Death : દેવગઢમાં વીજ કરંટથી બે માદા દીપડાના થયા મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.