ETV Bharat / state

Surat News : આંબોલી નજીક તાપી નદી બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી, હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામ

કામરેજના આંબોલી નજીક તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. જે બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી જતાં સર્જાયો હતો. નેશનલ હાઇવે પર આવેલા આ બ્રિજની લોખંડની પ્લેટ વારંવાર ખસી જતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.

Surat News : આંબોલી નજીક તાપી નદી બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી, હાઇવે પર લાંબો ટ્રાફિક જામ

author img

By

Published : Aug 11, 2023, 7:52 PM IST

એનએચએઆઈની બેદરકારી સામે રોષ

સુરત : સુરતના કામરેજ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક સર્જાયો છે. તંત્રની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રિફીકમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આનું કારણ એ છે કે આંબોલી નજીક અમદાવાદ - મુંબઈ નેશનલ હાઇવે પર તાપી નદીના બ્રિજ ઉપર લોખંડની પ્લેટ ખસી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

વારંવાર બને છે આવી ઘટના
વારંવાર બને છે આવી ઘટના

સ્થાનિકોનું કહેવું છે કે એનએચએઆઈની બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. થોડા દિવસો પહેલા જ 14 લાખ રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં જ તાપી નદીના બ્રિજ ઉપર સ્પાન ને જોડતી લોખંડની પ્લેટ ખસી જતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે. યોગ્ય મરામતને અભાવે થોડા થોડા સમયે બ્રિજ ઉપરની લોખંડની પ્લેટ ખસી જાય છે જેને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક સર્જાય છે...ભગવાન ભોકળવા(કોંગ્રેસ નેતા કામરેજ)

14 લાખના ખર્ચે લોખંડની પ્લેટ બદલી હતી : થોડા સમય પહેલા જ એનએચએઆઈ દ્વારા અંદાજિત 14 લાખના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી. આ વાતને હજી લબો સમય પણ નથી થયો, તેવામાં ફરી વખત બ્રિજ લોખંડની પ્લેટ ખસી જતાં વાહનચાલકો અકળાયા છે. NHAI દ્વારા માત્ર પ્લેટ મૂકી વેલ્ડિંગ કરી કામચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે.

પ્લેટ ખસી જવાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે.હાલ રીપેરીંગની કામગીરી શરૂ છે.રીપેરીંગની કામગીરીને લઈને એક લાઈન બંધ કરવામાં આવી છે.હાલ હાઇવે પર હળવો ટ્રાફિક પણ સર્જાયો છે... નરેન્દ્રભાઈ (એનએચએઆઈ સુપરવાઇઝર)

એનએચએઆઈની બેદરકારી સામે રોષ : એક તરફ એનએચએઆઈ વાહન ચાલકો પાસે સારો એવો ટેક્સ વસૂલે છે તો બીજી તરફ વાહન ચાલકોને સારી સુવિધા ન મળતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંબોલી તાપી નદીના બ્રિજ ઉપર સતત ત્રીજી વખત લોખંડની પ્લેટ ખસી જતાં એનએચએઆઈના અધિકારીઓ કામે લાગ્યા છે. ફરી ખસી ગયેલી લોખંડની પ્લેટની રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

વાહન ચાલકો પરેશાન : વાહન ચાલકો વારંવાર થતી આ ઘટનાને લઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ એનએચએઆઈની ટીમ દોડતી થઈ છે અને તાપી નદીના બ્રિજ ઉકર યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

  1. Banaskantha News : બનાસ નદીનો ઉંબરી રેલવે બ્રિજ પીલર ધોવાઇ ગયો, પસાર થતી ટ્રેનો પર પડી આ અસર
  2. Surat News : ઓએનજીસી બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાંનો વધુ એક બનાવ
  3. Rajkot News : રાજકોટના મોટા મૌવામાં બની રહેલા બ્રિજને લઇને મહત્ત્વના ખબર, કોંક્રીટ સેમ્પલ ફેઇલ જાહેર થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.