સુરત : મુંબઈના એક પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની 93 વર્ષની માતાની વ્યથા સાંભળીને ભલભલાએ કહ્યું છે કે ઉચ્ચ ભણતરથી વ્યક્તિ ક્યારે મહાન બની શકતો નથી. કારણ વર્ષે 30 લાખ કમાવવા છતા સીએની માતા ભરણપોષણ માટે ઝંખી રહી હતી. સીએ પુત્ર માતાને પોતાની સાથે રાખી શકતો પણ ન હતો અને કોઈ પ્રકારની કાળજી પણ રાખતો નહોતો, પોતે મુંબઈમાં ચાલ્યા ગયા બાદ માતા અસહાય થઈ ગઈ હતી. જેથી તે સુરત ફેમિલી કોર્ટના શરણે જતા આખરે કોર્ટે એની માતા અને દર મહિને 30 હજાર રૂપિયા ભરણપોષણ આપવા આદેશ કર્યો છે.
પીડિત માતાનો પુત્ર દર મહિને ચાર લાખ રૂપિયા કમાય છે અને લક્ઝરીયસ લાઈફ જીવે છે. મોંઘીદાટ ગાડી છે. તેમ છતાં પહેલા તેઓએ માતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતાં. કોર્ટના આદેશ બાદ માતા પરત ઘરમાં પ્રવેશ કરી શકી હતી. પિતાના મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારમાં આવેલા દસ કરોડના ફ્લેટને માતાના નામે થતા તેને માતાને બહેલાવી ફોસલાવી પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ સુરતની પ્રોપર્ટી પણ પોતાના નામે કરવા માટે માતાને દબાણ કરતો હતો....નેહલ મહેતા (વકીલ)
કપાતર પુત્ર દ્વારા માતાના હાલહવાલ : જે માતાએ જન્મ આપ્યો અને દરેક ક્ષણે કાળજી રાખી તે જ માતાને સીએ પુત્ર એ ઘરમાંથી કાઢી મૂકી હતી અને માતા પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી. માતા સાથે આ ઘટનાને અંજામ આપનાર તેનો જ પુત્ર છે, જે મુંબઈના એક પ્રખ્યાત સીએ પણ છે. મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારમાં આવેલા ફ્લેટને માતા પાસેથી લખાવી લઈ તેમની સુરતની પ્રોપર્ટી પણ પોતાના નામે કરાવવાના ઇરાદે માતાને અવારનવાર માનસિક ત્રાસ આપનાર સીએ વિરૂદ્ધ માતા કોર્ટના શરણે ગઈ હતી. સુરતની પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માટે પુત્ર તેમને માનસિક ત્રાસ આપતો હતો અને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. કોર્ટના આદેશ બાદ માતા ફરીથી ઘરમાં પ્રવેશી શકી ના હતી.
પ્રોપર્ટી માટે ત્રાસ : ત્યારબાદ પણ તેઓ માતાને માનસિક ત્રાસ આપતા હતા. જેથી પોતાના અડાજણ વિસ્તાર ખાતે આવેલા માતા ઘરમાં એકલી રહેવા લાગી હતી. પરંતુ પ્રોપર્ટી માટે ત્રાસ વધતા આખરે માર્ચ મહિનામાં ભરણપોષણ માટે માતા તરફથી કોર્ટમાં એક અરજી કરાઈ હતી. માતાએ દર મહિને 70 હજાર રૂપિયા ભરણપોષણ માટે માંગ્યા છે. સુરત ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે કે જ્યાં સુધી આ કેસ ટ્રાયલ પર છે ત્યાં સુધી સીએ પુત્ર દર મહિને માતાને 30 હજાર રૂપિયા ભરણપોષણ માટે આપે. સુરતની પ્રોપર્ટી પણ પોતાના નામે કરવા માતાને દબાણ કરવામાં આવી રહ્યું છે.
દર મહિને 30 હજાર રૂપિયા ભરણપોષણ : વકીલ નેહલ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, માતાને હાર્ટ સહિત અલ્સરની બીમારી છે અને તે કાળજી રાખતો ન હતો. ગંભીર બીમારી હોવા છતાં તેઓ યોગ્ય સારવાર મેળવી શકે એમ નથી આ માટે અરજી કરાઈ હતી. હુકમ કર્યો છે કે જ્યાં સુધી આ કેસમાં ટ્રાયલ ચાલે છે ત્યાં સુધી સીએ પુત્રએ માતાને દર મહિને 30 હજાર રૂપિયા ભરણપોષણ તરીકે આપવા પડશે અને જ્યારે સમગ્ર કેસ પૂર્ણ થશે ત્યારબાદ નિર્ણય લેવાશે.