ETV Bharat / state

Smeer Hospital Surat : સ્મીમેર હોસ્પિટલમાં પ્રસુતિ બાદ નવજાત બાળકી ફ્લોર પર પટકાઈ, ઉચ્ચસ્તરીય તપાસ થઈ રહી છે

સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રસુતિ બાદ નવજાત બાળકી ફ્લોર પર પટકાઈ. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લેવલથી થઈ રહી છે તપાસ. વાંચો સમગ્ર ઘટનાક્રમ...

સ્મીમેર હોસ્પિટલમાં પ્રસુતિ બાદ નવજાત બાળકી ફ્લોર પર પટકાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 12:15 PM IST

સુરતઃ સ્મીમેર હોસ્પિટલ ફરીથી સમાચારમાં ચમકી છે. આ વખતે ડિલીવરી થઈ ગયા બાદ નવજાત બાળકી ફ્લોર પર પટકાવાની ઘટનાને લીધે સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ છે. આવી બેદરકારી ચલાવી લેવાય નહીં તેવા સૂર સાથે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ખુદ તપાસ કરી રહ્યા છે.

સમગ્ર ઘટનાક્રમઃ લાજપોર વિસ્તારમાં રહેતા તરન્નુમ બીબીને ડિલીવરી માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિલીવરી બાદ બાળકીને જે ટેબલ પર મુકવામાં આવી ત્યાંથી તે લેબરરુમના ભોંયતળિયા પર પટકાઈ હતી. જો કે તરન્નુમ બીબીના સગાનું કહેવું છે કે બાળકી ડૉક્ટરના હાથમાંથી જમીન પર પટકાઈ હતી. બાળકીને ઈજા થતા અત્યારે તેને એન.આઈ.સી.યુ.(નિયોનેટલ આઈસીયુ)માં સારવાર અર્થે રાખવામાં આવી છે. આરોપ પ્રત્યારોપણ બાદ મામલો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પહોંચ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સુપ્રિન્ટેન્ડન્ટ ખુદ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

પ્રસુતિ બાદ બાળકી ડૉક્ટરના હાથમાંથી નીચે પડી છે. બાળકીને માથાના ભાગે ઈજાઓ થઈ છે. ડૉક્ટરની આ બેદરકારીને પરિણામે અમારે બાળકી ગુમાવવાનો વારો આવી શકત...ફેઝલ પઠાણ(નવજાત બાળકીના પિતા, સુરત)

બાળકીના વાલી કહે છે ડૉક્ટરના હાથમાંથી બાળકી જમીન પર પટકાઈ, જ્યારે ડૉક્ટર કહે છે કે પ્રસુતિ બાદ બાળકને જે ટેબલ પર રાખવામાં આવે તે ટેબલ પરથી બાળકી નીચે પટકાઈ છે. બાળકીને ઈજા થઈ છે અને અત્યારે બાળકીની સારવાર એન.આઈ.સી.યુ.માં ચાલી રહી છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હું પોતે આ ઘટનાની તપાસ કરી રહ્યો છું...જિતેન્દ્ર દર્શન(સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર, સ્મીમેર હોસ્પિટલ, સુરત)

  1. Surat Crime : સુરત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ઘટના સીસીટીવીમાં કેદ
  2. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.