ETV Bharat / state

Varachha Bridge Open Today : કેવો દેખાય છે સુરતનો 120મો બ્રિજ, જૂઓ આકાશીય દ્રશ્ય, દસ લાખ લોકોને મળશે રાહત

સુરતમાં 120મો બ્રિજ આજથી કાર્યરત કરવામાં આવ્યો છે. વરાછા વોટર વર્ક્સથી શ્રીરામનગર સોસાયટીને જોડતાં આ બ્રિજની આખરે શરુઆત થવાથી દરરોજના 10 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે. મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Varachha Bridge Open Today : કેવો દેખાય છે સુરતનો 120મો બ્રિજ, જૂઓ આકાશીય દ્રશ્ય, દસ લાખ લોકોને મળશે રાહત
Varachha Bridge Open Today : કેવો દેખાય છે સુરતનો 120મો બ્રિજ, જૂઓ આકાશીય દ્રશ્ય, દસ લાખ લોકોને મળશે રાહત
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 2:51 PM IST

કુલ 167.98 કરોડનો ખર્ચ

સુરત : ભારે વિલંબ બાદ વરાછા વોટર વર્ક્સથી કલાકુંજ થઇ શ્રીરામનગર સોસાયટીને જોડતા બ્રિજની કામગીરી સંપન્ન થતાં બ્રિજનું લોકાર્પણ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સુરતમાં હવે આ 120 બ્રિજ થઈ ગયો છે. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને સાથોસાથ શહેરના દસ લાખ લોકો રોજે લાભ લઈ શકશે. બીજ સાથે સુરતના નાટ્ય કલા પ્રેમીઓ માટે ગાંધી સ્મૃતિ ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

બ્રિજ આ વિસ્તારને સાંકળશે : તાપી નદી પર મોટા વરાછાથી વરાછા વોટરવર્ક્સને લાગુ વરાછા રીવર બ્રિજ તથા આ સ્થળેથી વરાછા મેઇન રોડ, વરાછા મેઇન રોડથી કલાકુંજ સોસાયટી સુધી અને કલાકુંજ સોસાયટીથી શ્રીરામનગર સુધીના ખાડીના બન્ને કાંઠે ફ્લાયઓવર બ્રિજ તથા સદર ફૂલાયઓવર બ્રિજની નીચેના ભાગમાં 30 મીટરના રોડ ઉપર કલાકુંજ સોસાયટી નજીક ખાડી બ્રિજની કામગીરી અંતર્ગત વરાછા વોટર વર્ક્સથી વાયા કલાકુંજ થઇ શ્રીરામનગર સોસાયટીને જોડતાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી 10 લાખથી પણ વધુ લોકો રોજે બ્રિજનો લાભ મેળવશે.

  • સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોન વિસ્તારમાં નિર્મિત વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઈ શ્રી રામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ-૩નું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ લોકાર્પણબાદ સ્થાનિક જનતાને વાહનવ્યવહારમાં ખુબ જ સરળતા રહેશે.

    આ દરમિયાન વરાછાના ધારાસભ્ય શ્રી @ikumarkanani ,… pic.twitter.com/68rFw8zL6o

    — Darshana Jardosh (@DarshanaJardosh) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બ્રિજ શરુ કરી દેવા વિપક્ષે ચીમકી આપી હતી : છેલ્લા ઘણા સમયથી તબની ગયેલા બ્રિજને વિપક્ષ દ્વારા ખુલ્લો મુકવાની માંગ કરવામાં આવી રહી હતી. જોકે સુરત મનપા શાસકો દ્વારા બ્રિજ ખુલ્લો નહીં મુકવામાં આવે તો સાત દિવસમાં વિપક્ષ દ્વારા બ્રિજ ખુલ્લો મુકી દેવાશે તેવી ચીમકી આપવામાં આવતા જ શાસકોએ હવે આજે રેલવેપ્રધાન અને સુરતના સાંસદ દર્શના જરદોશના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. 10 લાખથી પણ વધુ લોકો રોજે આ બ્રિજ પરથી અવરજવર કરવાનો લાભ લઈ શકશે.

કુલ 167.98 કરોડના ખર્ચે સાકાર થયેલા આ બ્રિજનું લોકાર્પણ થતા મોટા વરાછાથી વરાછા મેઈન રોડ, ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. જેનો અંદાજિત 10 લાખ લોકોને લાભ થશે. આ સુરત શહેરનો 120 મો બ્રિજ છે. જોકે એક દિવસ બાદ ફરીથી સુરતને વધુ એક બ્રિજ મળશે. સુરતમાં કલાપ્રેમીઓ અને નાટ્યમાં રસ ધરાવનાર લોકો માટે પણ મહત્વનો દિવસ છે, કારણ કે આજે સાથે જ ગાંધીસ્મૃતિના કામનું ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું છે...દક્ષેશ માવાણી ( મેયર )

121મો બ્રિજ આવતીકાલે ખુલ્લો મૂકાશે : આવતીકાલે 9 નવેમ્બરે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ભાઠેના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ભાઠેના ફ્લાય ઓવર બ્રિજ સાકાર થતા બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. કારણ કે, આ વિસ્તારના ૫૨પ્રાંતીયો તેઓના વતનમાં આવનજાવન માટે નેશનલ હાઈ વે પર પહોંચવા સદર બી.આર.ટી.એસ. રોડનો મુખ્યત્વે ઉપયોગ કરે છે. ટ્રાફિકનું ભારણ વધ્યું હોઇ તથા આ રોડથી શહેર અને શહેરના નજીકના ગ્રામ્ય વિસ્તા૨માં સીધી અવરજવર થઈ શકતી હોવાથી પીક અર્વસ દરમ્યાન ભાઠેના જંકશન પર ભારે ટ્રાફિક થતા અહીં ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  1. Surat Diwali 2023 : દિવાળી પૂર્વે સુરત શહેરને દુલ્હન જેમ સજાવ્યું, ટેક્સટાઇલ માર્કેટનો અદ્ભુત ડ્રોન નજારો જુઓ
  2. દિવાળી અને છઠ તેમજ ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ, બસોના ભાડામાં ધરખમ વધારો
  3. ગુજરાત માટે ઐતિહાસિક દિવસ, નૌકા દળે યુદ્ધ જહાજને 'સુરત' નામ આપ્યું, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.