સુરત : સુરત ખાતે રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન શરૂ કરતાં પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. કાર્યકરો કોર્ટ નજીક પારલે પોઇન્ટ વિસ્તારમાં ઉભા હતાx. ત્યારે તેમને ડિટેન કરી બસ મારફતે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતાં. પોલીસે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન અંગે કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાનું કારણ આગળ ધર્યું હતું.
અમે ડરવાના નથી ત્યારબાદ બપોરના સમયે કાર્યકરોએ પારલે પોઇન્ટ નજીક આવેલ પૂજા અભિષેક બિલ્ડીંગ પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. તે સમયે પોલીસે કાર્યકરોને ડિટેન કરવાનું ચાલુ કર્યું હતું. કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાર્યકરોએ પોલીસ ડરાવી રહી હોવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોલીસ ગમે તેટલું ડરાવવાનો પ્રયાસ કરે પણ અમે ડરવાના નથી.
ટ્રાફિકમાં અડચણરૂપ બીજી તરફ સુરત સેકટર 2ના એડિશનલ સી.પી. કે. એન. ડામોરે જણાવ્યું હતું કે, પરવાનગી વગર જ કોંગ્રેસના કાર્યકરો ધરણા કરી રહ્યા હતા. રસ્તા પર ધરણા કરવાથી જાહેરનામાનો ભંગ થતો હતો તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ હોય તેમની સામે પગલાં ભરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Rahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો
સુરત પોલીસ દ્વારા અટકાયતી પગલાં આપને જણાવીએ કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મોદી અટલ વિશે કરેલી ટિપ્પણી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બદનક્ષી કેસ કર્યો હતો. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતાં ગત માર્ચ માસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સજા અટકાવવા અને સજા રદ કરાવવાની રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટમાં આજે અરજી દાખલ કરવામાં આવી છે. તેઓ આ માટે તેમના બહેન પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે સુરત આવ્યાં હતાં. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીને સમર્થન વ્યક્ત કરવામાં પાછળ રહ્યાં નથી અને તમામ નેતાઓએ સુરતમાં ઉપસ્થિતિ દર્જ કરાવી હતી. એવામાં સુરત પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોને નિયંત્રણમાં રાખવાના પગલાં રુપે કેટલાક કાર્યકરો અને નેતાઓને ડીટેઇન કર્યાં હતાં.