સુરત : શહેરમાં સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટરના પરિવારોએ અને ન્યાય મળે આ માટે લેખિત રજૂઆત કરી છે. થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં કાર્યરત રેસીડેન્ટ ડોક્ટરનું ન્યૂમોનિયાના કારણે મોત નીપજ્યું હતું. પરંતુ પરિવારે આક્ષેપ કર્યા છે કે તેમના પુત્રને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં પરિવાર એ જણાવ્યું છે કે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા તેની રેગિંગ પણ કરવામાં આવતી હતી. ભવિષ્યમાં મેડિકલના વિદ્યાર્થીઓ સાથે આવી પરિસ્થિતિ ન ઉભી થાય આ માટે પરિવારે પુત્રને ન્યાય મળે તે હેતુથી પત્ર લખ્યું છે અને આ સમગ્ર મામલે ડીને પણ તમા તપાસ કમિટી બનાવી છે.
એમડી સર્જરી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં હતાં ડો. રામાણી : સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા લક્ષ્મીબા રો હાઉસમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ફરજ બજાવનાર ડોક્ટર રાજેન્દ્ર દિનેશભાઈ રામાણી એમડી સર્જરી પ્રથમ વર્ષમાં ભણતા પણ હતા. બે જાન્યુઆરીના રોજ તેમનું મોત ન્યૂમોનિયાના કારણે નીપજ્યું હતું. તો તેમના પરિવાર દ્વારા મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીનને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ ચોકાવનારી છે કારણ કે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડોક્ટર રાજેન્દ્રનું રેગિંગ કરવામાં આવતું હતું. સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને સમયસર જમવાનું પણ આપવામાં આવતું ન હતું.
ત્રાસ અંગે પરિવારને જાણ કરી હતી : તેઓએ જણાવ્યું હતું કે રાજેન્દ્રને સિનિયરો દ્વારા રેગિંગ કરી માનસિક ત્રાસ આમાં આવતો હતો. એટલું જ નહીં, જ્યારે તે બીમાર હતો ત્યારે સિનિયર ડોક્ટરે રાજેન્દ્રને કહેતા હતા કે તને કામ નથી કરવું આ માટે તું બીમારીનું નાટક કરે છે. સિનિયરો પોતાનું કામ પણ જુનિયર ડોક્ટરો પાસેથી કરાવતા હતાં. આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. આ માટે અમે લેખીત રજૂઆત મેડિકલ કોલેજના ડીનને કરી છે. અમને રાજેન્દ્રએ જણાવ્યું હતું કે કઈ રીતે એને ત્રાસ આપવામાં આવે છે. 24 થી 48 કલાક સુધી ડ્યુટી કરાવતા હતાં. જેના કારણે તેની તબિયત લથડી હતી. બે નામો પણ તેને જણાવ્યા છે એ લેખિતમાં અમે ડીનને આપી દીધા છે.
તપાસ કમિટી બનાવવામાં આવી : મેડીકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર રાગિની વર્માએ જણાવ્યું હતું કે ફરિયાદને લઇ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પરિવાર તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે કે રેગિંગ થતી હતી રેગિંગના કાયદા મુજબ અમે તપાસ કરીશું.