સુરત : 19 ફેબ્રુઆરી વર્ષ 2022 ના રોજ જમ્મુ કાશ્મીર ખાતે ત્રાસવાદીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના જવાન સંતોષ શેષનાથ યાદવ વીરગતિ પામ્યા હતા. તેમના બે દીકરીઓને સુરતના પ્રતાપભાઈ જીરાવાલાએ દત્તક લીી છે. તેમના બે દીકરીઓની સ્કૂલની ફીસ તેમની દ્વારા ભરવામાં આવી છે.
ત્રાસવાદીઓ સાથે અથડામણમાં વીરગતિ પામ્યાં હતાં સંતોષ યાદવ જ્યારે પણ રાષ્ટ્રીય ભાવનાની વાત આવે ત્યારે સુરત શહેર કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી. હંમેશાથી ભારતીય સેનાના અને તેમના પરિવારોની કાળજી લેવા માટે સુરત શહેર અગ્રસર રહે છે. જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ત્રાસવાદીઓ સાથે અથડામણમાં વીરગતિ પામનાર શહીદ જવાન સંતોષ યાદવની બે દીકરીઓને સુરતના પ્રતાપભાઈ જીરાવાલાએ દત્તક લીધી છે. રાષ્ટ્રીય રાયફલ બટાલિયનના 27 વર્ષીય સૈનિક સંતોષ યાદવ તારીખ 19 ફેબ્રુઆરી 2022 ના રોજ જમ્મુ કાશ્મીર ખાતે ત્રાસવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. તેમની બે નાની દીકરીઓ છે જેમાંથી એક જાનવી ધોરણ એકમાં ભણે છે જ્યારે બીજી દીકરી પલક બાળ મંદિરમાં છે.
આ પણ વાંચો સંતનો સધિયારો: સંતાપના માહોલમાં બાપુ શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદે
બંને દીકરીઓની શિક્ષણની જવાબદારી લીધી વીર જવાન શહીદ સંતોષ યાદવની બંને દીકરીઓને દત્તક સુરતના અરિહંત જ્વેલર્સના માલિક પ્રતાપ વીરજીભાઈ જીરાવાલા લીધી છે. પ્રતાપ જીરાવાલાએ જય જવાન નાગરિક સમિતિના સમર્પણ સમારોહમાં બંને દીકરીઓના શિક્ષણની જવાબદારી લેવાનો સંકલ્પ કર્યો હતો. આ અંગે પ્રતાપ જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરત હંમેશાથી સૈનિકો અને તેમના પરિવાર સાથે છે અને તેમને ક્યારેય પણ ન લાગે કે તેઓ એકલા છે. આ માટે સુરત હંમેશાથી તેમની મદદ માટે આગળ આવતું રહ્યું છે. હું પણ મારા દેશના વીર જવાનના પરિવાર સાથે જોડાઈ રહું આ ભાવનાથી શહીદ સંતોષે યાદવના વૃદ્ધ પિતા ખેડૂત શેષનાથ યાદવ તથા તેમની પત્ની ધર્મશીલા યાદવ સાથે પરિવાર સુરતથી જોડાઈ રહે આ માટે બંને દીકરીઓને દત્તક લીધી છે.
આ પણ વાંચો એક પરિવાર દીકરીને લઈને કેન્દ્રિય પ્રધાનના આર્શીવાદ માટે દોડી આવતા હૈયા છલકાયા
સંસ્થા સૈનિક અને પરિવાર માટે સમર્પિત અત્રે ઉલ્લેખનીય છે કે જય જવાન નાગરિક સમિતિ દેશભરમાં ભારતીય સેના અને તેમના પરિવાર માટે હંમેશાંથી તત્પર રહી છે. વર્ષ 1999 થી આ સંસ્થા ભારતીય સેના માટે સમર્પણ ભાવનાથી શરૂ થઈ હતી. આ સંસ્થામાં ભારતીય સેના અને તેમના પરિવાર માટે લોકો સહાય અને સન્માન બંને અર્પણ કરે છે કુલ 23 વર્ષ દરમિયાન 379 વીર જવાનોના પરિવાર માટે 5.75 કરોડ રૂપિયાની સહાય આ સંસ્થા હેઠળ લોકોએ આપી છે.