ETV Bharat / state

Love Marriage Act : પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માગણી દોહરાવતી એસપીજી, કામરેજમાં મળી ચિંતન શિબિર - પ્રેમ લગ્ન

સુરતના પાસોદરામાં એસપીજી ગ્રુપ દ્વારા ચિંતન શિબિર યોજાઇ હતી. પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માગણી આ બેઠકમાં કરવામાં આવી છે. જેના માટે આગામી સમયમાં સરકારમાં તમામ સ્તરે સમર્થન મેળવવાની કામગીરી કરવામાં આવશે.

Love Marriage Act : પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માગણી દોહરાવતી એસપીજી, કામરેજમાં મળી ચિંતન શિબિર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 7:04 PM IST

સમર્થન મેળવવાની કામગીરી કરવામાં આવશે

સુરત : સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટમાં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને અન્ય સમુદાય દ્વારા હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.

4130 જેટલા ખોટા લગ્નો થયા છે. જેને લઈને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે. કમિટી મુખ્યપ્રધાન અને કાયદાપ્રધાનને મળશે. કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશું. 26 સાંસદોને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માગ પહોંચાડી શકાય. સર્વ સમાજની યોજાયેલી ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ 32 સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતાં... લાલજી પટેલ (એસપીજી પ્રમુખ)

માતાપિતાની ફરજિયાત સહી માટે માગણી : SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત 32 જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ 4 જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. જેમાં જેતે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જેતે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતાપિતાની ફરજિયાત સહી માટે માગણી કરવામાં આવી છે.

પ્રેમલગ્નના વિરોધી નથી : લાલજી પટેલ સહિત કરણી સેનાના રાજ શેખવત સહિતના વિવિધ સમાજ દ્વારા એકસૂરે સહમતિ દર્શાવી હતી અને તેમની માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી, પરંતુ દીકરી માતાપિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે. ભૂતકાળમાં પણ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી, પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

  1. Love marriage law: લવ જેહાદની ઘટનાઓ પર અંકુશ લાવવા પાટીદાર સમાજની આ માગ
  2. પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઇ તો યુવતીને મળી આવી ધમકી, વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં
  3. Surat Crime News : પાંડેસરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો આવ્યો કરૂણ અંજામ, 19 વર્ષિય પતિએ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.