સુરત : દીકરીના લગ્ન પર આમ તો માતા-પિતા વિદાય વેળાએ ભાવુક થઈ જતા હોય છે. તેમની આંખો ભીની થઇ જતી હોય છે પરંતુ સુરતના મોટીવટ ગામમાં એક એવી વિદાય થઈ જેમાં બહુના સાસુ સસરા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. બીજી બાજુ પુત્રવધૂ પણ સાસુ સસરાને પકડી ચોધાર આંસુએ રડી રહી હતી.પુત્રનું અકાળે અવસાન થયા બાદ વહુને પોતાની દીકરીને જેમ રાખીને સાસુ સસરાએ તેને સાસરે વળાવી હતી. આ સમયે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
પુત્રવધૂના ભવિષ્યની ચિંતા : સુરત શહેરના મોટીવેટ ગામમાં કોળી પટેલ પરિવારે જે સમાજને એક રાહ ચીંધી દીધી છે તેની પ્રશંસા દરેક લોકો કરી રહ્યા છે. 15 મહિના પહેલા આજે દિનેશભાઈ પટેલના પુત્ર વિમલનું અકાળે મૃત્યુ થતા પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું. માતા પિતાએ પોતાનો લાડકો પુત્ર ગુમાવ્યો હતો પરંતુ આ દુઃખ સાથે વધુ એક ચિંતા તેમની સામે હતી. તેમની પુત્રવધૂ નાની ઉંમરમાં પોતાનો વર ગુમાવ્યો હતો. હવે પુત્રવધૂનું ભવિષ્ય કેવું હશે ? તેની ચિંતા પણ તેમને થવા લાગી હતી. તેઓ પુત્રવધૂ ઉષાની આંખોમાં અશ્રુ જોઈ શકતા નહોતા.
આ પણ વાંચો સાસુ સસરા બન્યા વિધવા પુત્ર વધુના માતા પિતા, તેમણે કર્યુ કન્યાદાન
સાસુ સસરા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા : ઉષા પોતાની જિંદગી જીવી શકે આ માટે તેના સાસુ સસરા અને માતા-પિતા સહિત પરિવારના લોકોએ યોગ્ય પાત્ર શોધવા નક્કી કર્યું હતું. આ દરમિયાન તેઓએ પોતાની પુત્રવધૂને એક દીકરીને જેમમાં ઘરમાં રાખી હતી. આખરે પુત્રવધુ માટે એક યોગ્ય પર પણ તેઓએ શોધી કાઢ્યો હતો અને પુત્રવધૂને લગ્નગ્રંથિથી જોડાવા માટે તમામ તૈયારીઓ પણ તેઓએ કરી હતી. લગ્નના દિવસે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આમ તો દીકરીની વિદાય પર માતા પિતા ચોધાર આંસુએ રડતા જોવા મળે છે પરંતુ પુત્રવધુના લગ્ન પ્રસંગમાં સાસુ સસરા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો Gorakhpur News : 70 વર્ષના સસરાએ તેમની 28 વર્ષની પુત્રવધૂ સાથે કર્યા લગ્ન
પુત્રવધુ પણ દીકરીના સ્થાને : સસરા દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે પુત્ર ગુમાવ્યો છે તેની પીડા અમે સમજી શકીએ છીએ. પરંતુ અમારી પુત્ર વધુ એમ આટલીની ઉંમરમાં પોતાનો વર ગુમાવી દીધો છે અને તેની સામે ભવિષ્ય છે. તેને જીવન જીવવાનો અધિકાર છે. આ જ કારણ છે કે અમે તેની માટે એક યોગ્ય વરની શોધ કરી. મારા દીકરા વિમલનો ચાર વર્ષનો દીકરો છે. તેના ભવિષ્યની પણ અમને ચિંતા હતી. અમારો પરિવાર હંમેશાથી સમાજ માટે કાર્ય કરતો આવ્યો છે. અમારા કાકા સસરા દિલીપભાઈના પિતા પણ સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા છે. પુત્રવધુ પણ દીકરીના સ્થાન ધરાવે છે. આ એક સંદેશ લોકો સુધી પહોંચવો જરૂરી છે.