સુરત : સુરતમાં રોગચાળાના કેસોમાં ઝાડાઉલટી અને તાવના સૌથી વધુ કેસો આવી રહ્યાં છે. ત્યારે બીજીતરફ સુરક કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલ, ક્લિનિકને આંકડાકીય માહિતી આપવા સૂચના અપાઈ છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવ, ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
સતત વરસાદે સર્જ્યો રોગચાળો :સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોગચાળો પણ ખુંબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં દિન પ્રતિદિન ઝાડા ઉલટી મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટોના કેસો વધી રહ્યા છે. ત્યારે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવ, ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
8 ઝોનમાં કાર્યવાહી :બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલ, ક્લિનિકના આંકડાકીય માહિતી આપવા સૂચના અપાઈ છે. અત્યાર સુધી સુરતમાં અંદાજે 12 લોકોના મોત થયા છે. જેમાંથી 7 બાળકોના પણ રોગચાળામાં મોત છે. ખાસ કરીને તાવ,ઝાડા ઉલટીની વાત કરવામાં આવે તો ઉધના, ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાંથી આવી રહ્યા છે. તે વિસ્તારોમાં સુરત SMC આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ઓ લેવામાં આવ્યા છે. ત્યાં કુલ 10 જેટલી મોબાઈલ મેડિકલ ટીમ ઉભી કરી દેવામાં આવી છે. જે 24 કલાક સેવા આપી રહી છે. તથા તમામ ટીમ દ્વારા સર્વે કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને સુરત શહેરમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો અંગે ખૂબ જ સાવચેતી લેવાની જરૂર છે. પાણીજન્ય રોગોની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં શહેર કેટલાક વિસ્તારોમાંથી ગંદા પાણીની ફરિયાદ અને ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે.જેમાં મુખ્યત્વે ઉધના ઝોન એના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામ, ગણેશનગર, બાપુનગર, શાસ્ત્રીનગર, વગેરે જેવા વિસ્તારોમાંથી ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે...ડો.રિતિકા પટેલ(નાયબ અધિકારી,આરોગ્ય વિભાગ,એસએમસી )
10 જેટલી મોબાઈલ મેડિકલ ટીમ : વધુમાં તેમણે જણાવ્યું કે, તમામ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ત્યાં કુલ 10 જેટલી મોબાઈલ મેડિકલ ટીમ ઉભી કરી દેવામાં આવી છે. જે 24 કલાક સેવા આપી રહી છે. તથા તમામ ટીમ દ્વારા સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહ્યું છે.જેથી જ્યાં પણ કોઈ બીમારી હોય તે સ્થળ ઉપર જ સારવાર આપી અને જરૂર પડે તો તેઓને હોસ્પિટલ પણ મોકલવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત રોગચાળાને લઇને જનજાગૃતિ આવે તે માટે માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે. સાથે ઓઆરએસ પાઉડર, હેન્ડ વોશિંગ તમામ વસ્તુઓ બતાવો આવી રહ્યા છે.તથા ક્લોરીનયુક્ત પાણી પીવે તે માટે ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.