ETV Bharat / state

Surat News : સુરત ડાયમંડ બુર્સ શરુ થાય તે પહેલાં જ વિવાદ, બીડીબી અને એસડીબીમાં ફાંટા પડી જતા પત્ર યુદ્ધ શરુ - એસડીબી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંના એક સુરત ડાયમંડ બુર્સમાં ઉદ્યોગકારોની ઓફિસો ધમધમતી થવાને ઝાઝી વાર નથી. એવામાં સુરત ડાયમંડ બુર્સ વિવાદ જોવા મળી રહ્યો છે. બીડીબી અને એસડીબી એમ બે ફાંટા પડી જતાં પત્ર યુદ્ધ જોવામ મળ્યું છે.

Surat News : સુરત ડાયમંડ બુર્સ શરુ થાય તે પહેલાં જ વિવાદ, બીડીબી અને એસડીબી બે ફાંટા પડી જતા પત્ર યુદ્ધ શરુ

author img

By

Published : Jul 25, 2023, 3:08 PM IST

સુરત : સુરત ડાયમંડ બુર્સમાં(એસડીબી) ઓફિસ ધરાવનારા ઉદ્યોગકારો આગામી નવેમ્બર મહીનાથી ઓફિસ શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં ભારત ડાયમંડ બુર્સ(બીડીબી) દ્વારા થોડા દિવસો પહેલા સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટ અને સદસ્યોને પત્ર લખવામાં આવતા વિવાદ સર્જાયો છે. પત્રમાં બુર્સના સદસ્યોમાં ફૂટ પડે તે રીતના લખાણ છે અને કેટલીક બાબતો લખવામાં આવી છે કે જેને લીધે સુરત ડાયમંડ બુર્સ કમિટીના સદસ્યોમાં નારાજગી છે. કમિટી દ્વારા તેના વિશે ખુલાસો કરતા અને નારાજગી પ્રકટ કરતો પત્ર જવાબમાં લખવામાં આવ્યો છે.

બીડીબી અને એસડીબીમાં મનદુઃખ
બીડીબી અને એસડીબીમાં મનદુઃખ

મુંબઈ ‌BDBની ઓફિસ બંધ કરીને આવો કહેવું યોગ્ય નથી. SDB ઉદ્યોગકારોને આ કહેવામાં આવી રહ્યું છે જેથી અમે વિરોધ નોંધાવ્યો છે... મેહુલ શાહ(ભારત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ)

6 જુલાઇએ પત્ર લખાયો : સુરત ડાયમંડ બુર્સ દ્વારા મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સના સંચાલકોને પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ડાયમંડ બુર્સ દ્વારા 6 જુલાઇના રોજ એસડીબીને જે પત્ર લખવામાં આવ્યો છે તે સુરત ડાયમંડ બુર્સના ચેરમેનને મોકલવો જોઇતો હતો.

કમિટીમાં ફૂટ પાડવાનો આશય : જ્યારે આ પત્ર કમિટી મેમ્બર, પદાધિકારી અને ડિરેક્ટર્સને લખવામાં આવ્યો છે. જેનો આશય કમિટીમાં ફૂટ પાડવાનો જણાય છે. તે ઉપરાંત એસડીબી દ્વારા કોઇ પણ ઉદ્યોગકારને બીડીબીમાં ઓપરેશન બંધ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો નથી.

ભારત ડાયમંડ બુર્સથી અમને પત્ર મળ્યો છે જેનો જવાબ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બુર્સ કમિટીની મીટિંગ મળશે ત્યારે પત્ર જાહેર કરવામાં આવશે..વલ્લભ લાખાણી(સુરત ડાયમંડ બુર્સના ચેરમેન)

સંસ્થાઓએ એકબીજાની મદદ કરવી જોઇએ : વધુમાં પત્રમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે એસડીબીના તમામ ઓફિસધારકો એસડીબીના સદસ્યો છે અને તેમની મરજીથી તેઓએ મૂડી રોકીને ઓફિસો બનાવી છે. સુરત ડાયમંડ બુર્સ કોઇ વેપાર કરતી સંસ્થા નથી. એક સંસ્થા તરીકે એસડીબીને ઉદ્યોગકારો સાથે સંપર્ક કરવાનો અધિકાર છે તેનો ભારત ડાયમંડ બુર્સે વિરોધ કરવો જોઇએ નહીં. સંસ્થાઓએ એકબીજાની મદદ કરવી જોઇએ. એસડીબી આ બાબતને સારી રીતે સમજે છે. આગળથી એસડીબીના વિકાસને અવરોધે તેવા પત્ર વ્યવહારો નહીં કરવા માટે વિનંતી પણ કરી છે.

  1. Surat News: વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ 21મી નવેમ્બરથી કાર્યરત થશે, પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ
  2. Surat Diamond Bourse: આ ડ્રિમ પ્રોજેક્ટનું સો ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ઉદ્ઘાટન
  3. Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.