સુરત : પોતાની દીકરીના પ્રેમી યુવકને સળગતો બચાવવા જતાં દાઝેલા વૃદ્ધનું બુધવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવસારી જિલ્લાના વાંસદામાં આવેલ સિગારગામ 60 વર્ષીય લલ્લુભાઈ નાનજી જેઓ છેલ્લા એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતાં. જેઓ પોતાની દીકરીના પ્રેમીને બચાવા જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. બુધવારે તેમનું મોત નીપજ્યું છે. જોકે આ પહેલા પ્રેમી હિતેશ પટેલ જેઓ પોતાને જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીરે છાંટી સળગી ગયા હતા અને તેમનું ત્યાં જ મોત થઈ ગયું હતું. તે દરમિયાન લલ્લુભાઈ નાનજી પણ તેમને બચાવવા છતાં તેઓ પણ દાઝી ગયા હતા. તેમને સૌપ્રથમ વખત નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં અને અંતે આજે 7 દિવસ સુધી તેમની સારવાર ચાલ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો Surat Crime : વહુ ઉપર સસરાએ ગરમ પાણી ફેકતા પીઠના ભાગે દાઝી, પોલિસ ફરિયાદ નોંધાઈ
મૃતકની પુત્રીનું નિવેદન : પ્રેમી યુવક રિતેશ વૃદ્ધની દીકરીને ઘરેથી ભાગવા માટે દબાણ કરતો હતો. આ બાબતે મૃતક લલ્લુભાઈ નાનજીની દીકરીએ જણાવ્યું હતું કે, મારી બારડોલીના મહુવા ગામના 23 વર્ષીય હિતેશ પટેલ જોડે મિત્રતા હતી. આ વાત પરિવારને પણ જાણ હતી જેથી રિતેશ ઘર પાસે અવરનવર આવતો રહેતો હતો. એક દિવસ રિતેશે મને ભાગી જવા માટે દબાણ કર્યું હતું પણ મેં ના પડી હતી. જે વાતને લઈને અમારા બંનેમાં સતત ઝઘડો પણ થયા કરતો હતો. તે મને પ્રેમ કરતો હતો મને ખબર નઈ હતી. પણ મેં ના પાડી હતી. જેથી મેં આ વાતની જાણ પપ્પાને કરી હતી કે, રિતેશ કાયમ ભાગી જવા માટે દબાણ કરી રહ્યો છે. આ મામલે ગામના સરપંચએ પોલીસનો ડર બતાવી મામલો શાંત કરાવ્યો હતો.
કિશોરીને ડોક્ટર બનવું હતું : મૃતકની પુત્રીએ વધુમાં જણાવ્યું કે, હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. મને અભ્યાસમાં ખૂબ જ રસ છે. મને આગળ અભ્યાસ કરી ડૉક્ટર બનવું મારું સપનું છે. જેથી પપ્પા પણ મને બહાર નઈ મોકલતા હતા. મેં આ વાત સરપંચને પણ કહી હતી ત્યારે તેઓ પણ મારો સાથ આપ્યો હતો અને રિતેશને સરપંચે પણ સમજાવ્યો હતો કે હું સગીર વયની છું અને આની ઈચ્છા નથી. હવે આવું કઈ કરશે તો પોલીસમાં જાણ કરીશ એમ કહ્યું હતું અને મામલો શાંત થઈ ગયો હતો.
આ પણ વાંચો Woman Died Due to Fire : લિવ ઈન પાર્ટનર બન્યો રાક્ષસ, મહિલાને ટર્પેન્ટાઈન ઓઈલ નાખીને લગાવી આગ
રિતેશનું તેજ દિવસે હોસ્પિટલ પહોચતા જ મોત નીપજ્યું હતું : તેણે વધુમાં જણાવ્યું કે, 22 ફેબ્રુઆરીના રાત્રે હિતેશ અચાનક મારા ઘરે આવી ગયો હતો અને મારા પપ્પા જોડે મને લઈ જવા માટે ઝઘડો કરતો હતો. ત્યારે પણ મારા પપ્પાએ તેને સમજાવ્યો હતો તે માન્યો ન હતો અને તે પોતાની સાથે કોઈ જ્વલનશીલ પ્રવાહી ડીઝલ જેવું કઈ હતું તે લઈને આવ્યો હતો. ત્યારે પણ તે માનતો ન હતો અને અંતે તેણે પોતાના શરીર ઉપર આ પ્રવાહી છાંટીને સળગી ગયો હતો. મારા પપ્પા તેને બચાવવા જતાં તેઓ પણ દાઝી ગયા હતા. તેથી લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અમે એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં રિતેશને મૃત જાહેર કર્યો હતો. ત્યારે મારા પપ્પાને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં અને આજ રોજ બુધવારે મોડી રાત્રે તેમનું અવસાન થઈ ગયું છે.