સુરત : સુરતમાં માતાપિતા માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંડેસારા વિસ્તારમાં પાંચ વર્ષનો બાળક રમતારમતા ઘરથી રોડ તરફ આવી ગયો અને બાળકને ઓટોચાલકે લેતા બાળકને અડફેટે લેતા બાળકને માથાને ભાગી ઈજાઓ પહોંચી હતી. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બીજી બાજુ માતાપિતાએ બાળકની શોધખોળ હાથ ધરી હતી.જોકે હોસ્પિટલના સંપૂર્ણ પ્રયાસો થકી માતાપિતાને બાળક મળી આવ્યું હતું.
માથામાં ઇજા સાથે હોસ્પિટલમાં લવાયો : નવી સિવિલ હોસ્પિટલમાં જ્યારે બાળકને લાવવામાં આવ્યો ત્યારે તેને માથાના ભાગે ઈજાઓ હતી. આ અંગે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, ગઈકાલે સવારે 10-11 વાગ્યાની આસપાસ પાંચ વર્ષના બાળકને 108 મારફત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં જ્યારે બાળકને લાવવામાં આવ્યો ત્યારે તેને માથામાં ઈજાઓ હતી. જો કે, સાથે બાળકનો કોઈ વાલીવારસ નહોતો. જ્યારે અમે આ વિશે 108 એમ્બ્યુલન્સની ટીમ પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે આ બાળક પાંડેસરા વિસ્તારમાં રેન્ડેઝવસ પોઇન્ટ ઉપરથી મળી આવ્યું છે અને આ બાળકને કોઈ અજાણ્યા ઓટો ચાલકે ટક્કર મારી હતી. અમે અડધો કલાક ત્યાં ઊભા રહીને તેની શોધ કરી. અમે બાળકના માતાપિતાની રાહ જોઈ, પરંતુ કોઈ મળ્યું નહીં, તેથી અમે બાળક સાથે અહીં આવ્યા છીએ.
આ પણ વાંચો Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું
પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના પોલીસ સ્ટેશનમાંથી પાંડેસરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેની ઓળખ મેળવવા માટે તેમ કરવું જરૂરી હતું. પરંતુ બાળક ખૂબ જ ડરી ગયો હતો. જે બાદ આ છોકરાનો ફોટો મીડિયા અને પોલીસ ગ્રુપમાં મુકવામાં આવ્યો હતો. તે જ સમયે નવી સિવિલ હોસ્પિટલ સ્ટેશનેથી પાંડેસરા પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. બીજીતરફ અચાનક માતાએ પીસીઆર કાર રોકી હતી અને પોલીસકર્મીને ફોટો બતાવવા કહ્યું હતું. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકીની માતાએ તેના પતિને ફોન કર્યો.
માતાએ પોલીસ પાસે બાળકનો ફોટો જોયો : આ ઉપરાંત પોલીસનું પીસીઆર વાહન પણ તેજ વિસ્તારમાં બાળકનો ફોટો લઈને ફરતું હતું. અચાનક માતાએ પીસીઆર કાર રોકીને પૂછ્યું તો પોલીસવાળાએ ફોટો બતાવ્યો. અને માતાએ ફોટો જોઈને કહ્યું કે આ મારું બાળક છે. ત્યારે પોલીસે માતાને કહ્યું કે તમારું બાળક નવી સિવિલ હોસ્પિટલમાં છે. આવી ઘટનામાં વાલીઓએ જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. બાદમાં જ્યારે માતા હોસ્પિટલમાં આવી, ત્યારે અમે તેમને પૂછ્યું કે તમારું બાળક રસ્તા પર કેવી રીતે પહોંચ્યું. , અમને જરૂર છે કે તમે તમારા બાળકની સંભાળ રાખો.
માતા કામ કરતી હતી ને બાળક રોડ પર જતો રહ્યો : માતાપિતાએ આવી ઘટનાઓથી સાવચેત રહેવાની જરૂર છે. બાળકની તેની માતાએ કહ્યું કે હું કામ કરું છું. બાળક દરવાજો ખોલીને બહાર ગયું અને ત્યાંથી રસ્તા ઉપર ગયું. ખાસ વાત એ છે કે બાળકનેે રીક્ષાએ અડફેટે લેકાં માથામાં ઈજા થઈ હતી. તે ઇજાઓ વધુ ખરાબ હોઈ શકે છે. બાળક ગુમં પણ થઈ શકે છે. અપહરણ પણ થઈ શકે છે. પરંતુ બધાના સહિયારા પ્રયાસો બાદ બાળક અને માતાપિતાનું મિલન થયું હતું.
વાલીઓએ સજાગ રહેવાની જરુર : પોલીસનું જણાવવું એમ હતું કે પરંતુ વાલીઓએ આવી ઘટનાઓમાંથી શીખવાની જરૂર છે. કારણ કે ગઈ કાલની ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત. નાના છોકરાને રાક્ષાચાલકે ટક્કર મારી હતી અને જો તેને કોઈ ભારે વાહને ટક્કર મારી હોત તો તેનું મોત થઈ શકે તેમ હતું. આ બાળક ઘરનો દરવાજો ખોલી રોડ પર આવી ગયો હતો અને ત્યાંથી અકસ્માત સ્થળ લગભગ 200 થી 300 મીટર દૂર છે. તેથી તે ચાલતા ચાલતા ત્યાં પહોંચી ગયો.