સુરત: નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્લેકાર્ડ સાથે વિપક્ષ ના સભ્યએ વિરોધ કર્યો હતો. સાથે જ્ઞાનસેતુ હટાવો, મોડેલ શાળાના કામમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિરોધ કર્યો હતો કે, સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સાત માધ્યમમાં 330થી વધુ શાળા છે. અંદાજે 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ પણ વાંચોઃ Surat School News : શાળાએ એલસી આપી દેતા દીકરીઓ ચોધાર આંસુએ રડી, ગાંધીનગરમાં પડ્યા પડઘા
મુદ્દાની વાત ન થઈઃ 4500થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. દર બે મહિને શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળે છે. સામાન્ય સભામાં બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ, ભૈતિક સુવિદ્યાઓ સહિતના મુદ્દે ચર્ચા કરવાને બદલે છેલ્લા ઘણા સમયથી શાસકો દ્વારા સામાન્ય સભા માત્ર ગણતરીના જ સમયમાં આટોપી લેવાય છે. જેના કારણે વિપક્ષ દ્વારા અવારનવાર વિરોધ કરાય છે. શિક્ષણ સમિતિમાં વિપક્ષનો એક માત્ર સભ્ય છે. જોકે, તેમ છતાં સભામાં શિક્ષણ જેવા મુદ્દે ચર્ચા કરવામાં શિક્ષણ સમિતિના શાસકોને રસ ન હોય એવું લાગી રહ્યું છે. વિપક્ષ વિરોધ કરે તેની બીકે સભા બહુમતિના જોરે મંજૂર કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે.
વિરોધ કરાયોઃ જેને લઈ પાર્ટી લેવલથી સમિતિના અધ્યક્ષને ઠપકો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.આજની આ સામાન્ય સભામાં વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષી સભ્યએ મોડેલ શાળાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ કર્યો હતો. આ સાથે જ્ઞાનસેતુ હટાવો જેવા પ્લે કાર્ડ દદર્શાવ્યા હતાં. તો ઉનાળામાં રમતઉત્સવઉજવવાનો પણ વિરોધ કરાયો હતો. આ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્યસભામાં વિપક્ષ દ્વારા પાંચ મુદે વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ બે થી ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉપર વિરોધ નોંધાવ્યો છે.
અછતની રજૂઆતઃ મોડેલ શાળાઓમાં થયેલા ભ્રસ્ટાચાર, બુટ-મોજા માં દર વખતે મોડું સાથે ભ્રસ્ટાચાર કરવામાં આવે છે. ત્રીજી સરકારી શાળાઓમાં મોટા પાયે અછત જોવામાં આવી રહી છે.ચોથો મુદ્દો હતોકે, જે લીકવીડ કાંડ એટલેકે હેન્ડ વૉશ જે શાળાઓને આપવામાં આવ્યું છે તેમાં મોટા પાયે ભ્રસ્ટાચાર કરવામાં આવ્યો છે.અને પાંચમોં મુદ્દો જે જ્ઞાન સેતું શાળાઓ દ્વારા જે સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાની નીતિ જે સરકાર ની છે.આ પાંચ મુદ્દાઓ ઉપર વિરોધ કરવામાં આવ્યો હતો.
1291 શિક્ષકોની અછતઃ મોડેલ શાળાઓ દ્વારા વારંવાર વિવાદમાં આવતી રહે છે. તેમ છતાં તેમાં કરવામાં આવેલા ભ્રસ્ટાચારના તપાસ માટે કોઈ સમિતિ હજી સુધી નિમવામાં આવી નથી. મોડેલ શાળાઓનું કામ પૂર્ણ થયું નથી. તેમાં છતાં જેતે કંપનીઓને પુરેપૂરું વળતર આપી દેવામાં આવે છે. આ વર્ષે પણ બુટ-મોજાનું વિતરણ શરૂ કર્યું નથી. શહેરની 327 સરકારી શાળાઓમાં 1291 શિક્ષકોની અછત છે. જે મામલે સમિતિ ગંભીરતાથી કામ કરતી નથી.જેને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાંઈ રહ્યું છે. હવે તો બીજું સત્ર પણ શરૂ થઇ જશે.