સુરત: દીવા તળે અંધારું કોને કહેવાય તેનું એક ઉદાહરણ આપતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. એક તરફ મનપા જર્જરિત મિલકતો સામે કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ છતાં મનપાના અધિકારીઓ આવી બાબતને કેમ નજરઅંદાજ કરી રહ્યાં છે. તે જ એક મોટો સવાલ છે અહી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
![મનપાએ જર્જરિત મિલકતો સામે કાર્યવાહી કરી, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:50:10:1595143210_gj-sur-lab-7200931_19072020123901_1907f_1595142541_318.jpg)
સુરતમાં જર્જરિત ઇમારતો સામે મનપાએ લાલ આંખ કરી છે અને નોટીસ આપી ઉતારી પડવાની કામગીરી કરાઈ રહી છે અને તે સરહનીય પણ છે, પરંતુ મનપા તંત્ર પોતાના જ ક્ષેત્રની મિલકતો સામે આંખ આડા કાન કરીને બેઠું છે. સોશિયલ મીડિયામાં સુરતના ભાગલ-કોટસ્ફિલ રોડ સ્થિત મહાનગર પાલિકા સંચાલિત પેથોલોજીકલ લેબોરેટરીના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે લેબોરેટરીની હાલત કેવી છે.
![મનપાએ જર્જરિત મિલકતો સામે કાર્યવાહી કરી, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:50:09:1595143209_gj-sur-lab-7200931_19072020123901_1907f_1595142541_737.jpg)
મેંઈન સ્વિચનું ઇલેક્ટ્રિક ખુલ્લુ વાયરીંગ અને છતમાંથી ગળતું પાણી રોકવા માટે લગાડવામાં આવેલા પ્લાસ્ટિક, છતમાંથી ખરેલા પોપડા અહી કોઈ મોટી જાનહાની સર્જી શકે તેવા છે. છતાં મનપાના અધિકારીઓ આવી બાબતને કેમ નજરઅંદાજ કરી રહ્યાં છે. તે જ એક મોટો સવાલ છે, અહી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.