સુરતમાં જર્જરિત ઈમારતોને લઈને મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે અને આવી જોખમી ઈમારતોને નોટીસ આપી ખાલી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા રાધિકા ટાવરને પણ મનપા તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં મનપા તંત્રએ બિંલ્ડીગના રહીશોને 7 દિવસમાં બિલ્ડીંગ ખાલી કરવા કહ્યુ છે કે, જો 7 દિવસમાં બિલ્ડીંગ ખાલી નહિ કરે તો, સીલીંગની કામગીરી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.
આ વખતે ત્યારે વધુ એક વખત નોટીસ આપવામાં આવી છે, પરંતુ બિલ્ડીંગના રહીશો આ નોટીસને ગંભીરતાથી નથી લેતા. ત્યારે આ વખતે જો 7 દિવસમાં બિલ્ડીંગ ખાલી નહિ કરે તો, બિલ્ડીંગને સીલ મારી દેવાની ચીમકી આપવામાં આવી છે. વધુમાં આ ફ્લેટમાં 14 પરિવાર રહે છે અને થોડા દિવસ અગાઉ બાજુમાં આવેલ ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. બસ આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર અગાઉથી જ તકેદારી રાખી બેઠું છે.