સુરત : સુરત મહાનગર પાલિકામાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે તો બીજી તરફ આપ પાર્ટી દ્વારા વિપક્ષ નેતાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરીયાની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા અને સૌથી નાની વયની ઉમરના વિરોધ પક્ષ નેતાની નિમણૂક થઇ છે. પાયલ સાકરીયાએ કહ્યું હતું કે હું તમામ લોકોને ખાતરી આપું છું કે મને જે જવાબદારી મળી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
વિવિધ પદાધિકારીઓના નામ જાહેર : સુરત મહાનગર પાલિકામાં તાજેતરમાં જ મેયર, દંડક, સ્થાયી સમિતિ ચેરમેન સહિતની વરણી કરવામાં આવી હતી દરમિયાન આજે સુરત મહાનગર પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા દ્વારા વિવિધ સમિતિઓના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા છે.
વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ : પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે.આરોગ્ય સમિતિ અધ્યક્ષ તરીકે નેન્સીબેન શાહ, ઉપાધ્યક્ષ દીપેશભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ તરીકે ભાઈદાસભાઈ પાટીલ, ઉપાધ્યક્ષ તરીકે કેતનભાઈ મહેતા, પાણી સમિતિ અધ્યક્ષ તરીકે હિમાંશુભાઈ રાવલજી, ઉપાધ્યક્ષ તરીકે કુણાલભાઈ સેલર, ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ તરીકે નાગરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ તરીકે ઉષાબેન પટેલ, સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ તરીકે સોનલબેન દેસાઇ ઉપાધ્યક્ષ તરીકે રૂતાબેન ખેનીગટર સમિતિ અધ્યક્ષ તરીકે કેયુરભાઈ ચોપટવાલા ઉપાધ્યક્ષ તરીકે સુધાબેન પાંડેકાયદા સમિતિ અધ્યક્ષ તરીકે નરેશકુમાર રાણા ઉપાધ્યક્ષ તરીકે ભાવનાબેન સોલંકી હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ તરીકે મનીષાબેન આહીર ઉપાધ્યક્ષ તરીકે કૈલાશબેન સોલંકી ગાર્ડન સમિતિ અધ્યક્ષ તરીકે ગીતાબેન સોલંકી ઉપાધ્યક્ષ તરીકે રાજેશ્રી મેસુરીયા લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ તરીકે ચિરાગભાઈ સોલંકી ઉપાધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ પાંડવસ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ તરીકે વિજયભાઈ ચોમલ ઉપાધ્યક્ષ તરીકે બનશું યાદવ જાહેર પરિવહન સમિતિ તરીકે સોમનાથભાઈ મરાઠે ઉપાધ્યક્ષ તરીકે નિલેશભાઈ પટેલ ખડી સમિતિ દિપેનભાઈ દેસાઈ અને વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરીયાની વરણી કરાઈ છે.
આપ પાર્ટીમાંથી વોર્ડ નબર 16ની કોર્પોરેટર છું, આજે મારા માટે ખુબ ખુશીનો દિવસ છે, હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું, અને હું ગૌરવની લાગણી અનુભવું છું કે હું આપ પાર્ટીની સૈનિક છું, આપણે જોઈએ છે કે મહિલા સશક્તિ કરણની વાતો હોય કે મહિલાઓને આગળ કરવાની વાતો હોય, વિકાસની વાતો હોય પણ આ માત્રને માત્ર બોલવામાં હોય છે પરંતુ ખરેખર આવું હોતું નથી, જયારે આમ આદમી પાર્ટીએ આ સાબિત કરી દીધું છે, આમ આદમી પાર્ટી મહિલાઓને અને યુથને આગળ કરે છે. મારી આટલી નાની ઉમર હોવા છતાં મને ચુંટણી લડવા ટિકીટ આપી, મને લોકોનો સહકાર મળ્યો અને જીતી અને આજે મને વિપક્ષ નેતાની જવાબદારી સોપવામાં આવી છે, હું તમામ લોકોને ખાતરી આપું છું કે મને જે જવાબદારી મળી છે તે હું નિષ્ઠા પૂર્વક નિભાવીશ, સુરત શહેરના જેટલા પણ કાર્યો છે અથવા જે પણ કાર્યો કરવા જોઈએ તે તમામ કામો પણ વિશેષ ધ્યાન આપીને સુરત શહેરના વિકાસ માટે કામ કરીશું...પાયલ સાકરીયા (વિપક્ષ નેતા, એસએમસી)
આપ વિપક્ષમાં : સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બેઠી છે, આજે આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષ નેતા તરીકેનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિપક્ષ નેતા તરીકે ધર્મેશ ભંડેરી હતાં. આજે આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નબર 16 ના કોર્પોરેટર પાયલબેન સાકરીયાને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે,. વિરોધ પક્ષના ઉપનેતા તરીકે મહેશ અનગડની પસંદગી કરવામાં આવી છે.