સુરત : શહેરના મનપા કમિશ્નરે સુરતમાં રહેતા ઓરિસ્સાના લોકો માટે આજે ખાસ ઉડીયા ભાષામાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા છે. Covid 19 અંગે તેઓએ ઓરિસ્સા ભાષામાં નિવેદન આપી લોકોને જાગૃત કર્યા છે.
સુરતમાં કોરોના વાઇરસમાં 20 લોકોના મોત થયા છે. કોરોના મહામારી ઝડપથી વધી રહી છે. સુરતમાં અનેક રાજ્યના લોકો રહે છે. ઓરિસ્સાના 7 લાખ નાગરિકો સુરતમાં રહે છે. જેથી તેઓએને જાગૃત કરવા માટે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધી પાનીએ ઉડીયા ભાષામાં લોકોને સાવધ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "જ્યારે પણ તમે બહાર રહો કે ઘરમાં રહો વારંવાર 40 સેકન્ડ હાથ ધોવાનું રાખો. જ્યારે પણ બહાર જાવ ત્યારે સોશિયલ ડિસ્ટન્ટ જરૂર રાખો. કોઇપણ જગ્યા પર હાથ લગાવો ત્યારે હાથને ફરજીયાત સેનેટાઇઝ કરો. તેમજ જ્યારે પણ શાકભાજી, મેડિકલ અથવા કરિયાણાની ખરીદી કરો ત્યારબાદ હાથ ધોવાનું રાખવું. મીઠાના પાણીથી કોગળા કરવા. ગરમ પાણી પીતા રહેવું અને બાફ લેતા રહેવું."
આમ, સુરત પાલિકા કમિશ્નરે ઓરિસ્સાના લોકોને તેમની ભાષા કોવિડ 19થી બચવા માટેના જરૂર સૂચનોની જાણકારી આપી હતી.
નોંધનીય છે કે, મોટાભાગે ઓરિસ્સાના લોકો સુરતમાં શ્રમિક તરીકે લુમ્સ કારખાનામાં નોકરી કરે છે. તેઓમાં કોવિડ-19 અંગે જાગૃતિ આવે એ માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ ખાસ વીડિયો સંદેશ તેમને ઉડીયા ભાષામાં મોકલવામાં આવ્યા છે. પોતે મનપા કમિશ્નર ઓરિસ્સાના રહેવાસી છે.