સુરતઃ આવતીકાલે જ્યારે મહિલા દિવસ છે ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આ ઉપલક્ષમાં સૂરતના સાંસદ દર્શનાબહેન જરદોશ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહિલા દિન નિમિત્તે સાંસદ દ્વારા સો જેટલી કુપોષિત બાળકીઓને દત્તક લેવડાવાઈ છે. આગામી સમયમાં પણ વધુ બાળકીઓની સંભાળ માટે આમ કરવામાંં આવશે.
આ સાથે આવનારા દિવસમાં તમામ કુપોષિત બાળકોને દત્તક લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આંગણવાડીની મહિલાઓ અને વિવિધ એનજીઓને પણ જોડવામાં આવશેે. તમામ કુપોષિત બાળકો નું વજન વધે તેવા પ્રયાસો કરી તેમને તંદુરસ્ત બનાવવામાં આવશે.