- હોલિકા દહન પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું જરૂરી
- સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી
- ડિંડોલીના 35 વર્ષીય યુવાન અને 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું
સુરત : સરકારની ગાઇડ લાઇન છે કે, હોલિકા દહન પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. લોકોએ આ નિયમનો પાલન કર્યું પરંતુ સુરતના સાંસદ દર્શના જરદોશે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર હોળીની પૂજા કરી હતી. એક તરફ તંત્ર લોકોને હોળી-ધૂળેટીના પર્વમાં લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. બીજી તરફ નેતાઓ જ નિયમનો ભંગ કરતા દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં ત્રણ ડાયમંડ કંપનીને કોવિડ -19 ગાઈડલાઇનના ભંગ બદલ દંડ
એક દિવસમાં 775 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
શહેરમાં સ્થિતિ વધુને-વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. એક જ દિવસમાં શહેરના 611 અને જિલ્લાના 164 મળી કુલ 775 લોકો કોરોનાથી થતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ શહેરમાં વધુ બે મોત નોંધાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ડિંડોલીના 35 વર્ષીય યુવાન અને 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : જૂનાગઢ: સાંસદની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
બે મોત સાથે મરણાંક 1,165 ઉપર પહોંચી ગયો
બે મોત સાથે મરણાંક 1,165 ઉપર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈને શહેરના 481 અને જિલ્લાના 105 લોકો મળી કુલ 586 લોકો કોરોનાને હરાવીને સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.