ETV Bharat / state

Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું - સુરતના લિંબાયતમાં વિધર્મી યુવકે સગીર પર દુષ્કર્મ

સુરતના લિંબાયતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. વિધર્મી યુવક કિશોરીને અવારનવાર પોતાના ઘરે લઈ જતો હતો, ત્યારે અચાનક જ કિશોરી લાપતા થતા પરિવારના સભ્યો ચિંતાતુર થયા હતા અને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી.

Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

author img

By

Published : Jun 27, 2023, 5:35 PM IST

સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું

સુરત : શહેરના લિંબાયત વિસ્તારમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હતી. બે દિવસ પહેલા પોલીસ મથકમાં સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. લગ્નની લાલચ આપી વિધર્મી યુવક પોતાનું ઘરે લઈ ગયો હતો. પરિવારને જાણ થતાં પરીવાર આરોપીના ઘરે પહોંચી સગીરાને મુક્ત કરાવી પોલીસ મથકે પહોંચ્યા હતા. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા તેની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વિધર્મીએ સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવક અવારનવાર સગીરાને લિબાયતમાં પોતાનાં ઘરે લઈ જતો હતો. અચાનક જ કિશોરી લાપતા થતા પરિવારના સભ્યો ચિંતાતુર થઈ ગયા હતા. કિશોરી પોતાના મામાના ઘરે રહેતી હતી. કિશોરીના મામાએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કિશોરીની કોઈ પણ જાણ નહીં થતા પરિવારના લોકો ભયભીત થઈ ગયા હતા. પરિવાર જાણ થઈ હતી કે છેલ્લા કેટલાક સમયથી એક વિધર્મી યુવકના સંપર્કમાં કિશોરી હતી.

ફરિયાદી પોતાની ભાણી સાથે રહેતા હતા, પરંતુ થોડા સમય પહેલા તેમની ભાણીનું કોઈએ અપહરણ કર્યું હતું. લિંબાયતમાં અપહરણકર્તા રહેતો હતો. ત્યારે ભાણીની શોધખોળ કરતા ભાણી મળી આવી હતી. ભાણીએ જણાવ્યું હતું કે તેની સાથે અપહરણકર્તાએ દુષ્કર્મ આચર્યું છે. ત્યારબાદ ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ આરોપી સગીરાને લગ્નની લાલચ આપી લઈ આવ્યો હતો. પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીનો મેડિકલ તપાસ હાથ ધરવામાં આવશે. - ભગીરથ ગઢવી (DCP, સુરત પોલીસ)

કિશોરીના મામા પોલીસ સ્ટેશનએ પહોંચ્યા હતા : યુવક અંગેની માહિતી મેળવી જ્યારે પરિવારના સભ્યો તેના ઘરે પહોંચ્યા ત્યારે કિશોરી તેના ઘરે જ હતી. કિશોરીએ તેના મામાને જણાવ્યું હતું, છેલ્લાં ઘણાં સમયથી યુવક તેને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ જતો હતો. કિશોરીએ મામાને જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. કિશોરીના મામા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને લિંબાયત પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે આરોપી ઈકબાલ બાબુખાન તૈલીની ધરપકડ કરી છે.

  1. Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
  2. Surat News: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ગૃહપ્રધાનને રજૂઆત
  3. Surat Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.