સુરત: જિલ્લામાં મેટાસ સ્કૂલને વિવાદ ચાલી રહ્યો છે. સ્કૂલમાં પાંચ દિવસથી રજા આપી દેવામાં આવી છે. જેને કારણે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ ડોનેશનને લઈને મેટાસ સ્કૂલને લઈને વિવાદ સર્જાયો હતો.
7000 બાળકોનું ભવિષ્ય દાવ પર: આ બાબતે એક મહિલા વાલીએ જણાવ્યું કે મારાં છોકરાઓ મેટસ એડવાન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને 7 વાલીઓ છે જેઓના ડોનેશન અને ફીસને લઈને સમસ્યા ચાલી રહી છે. તેઓએ છેલ્લા 4 વર્ષથી સ્કૂલની ફીસ ભરી નથી. જેના કારણે તેમના છોકરાઓને સ્કૂલ દ્વારા એલસી આપવામાં આવી છે. જેને લઈને એલસી આપવામાં આવેલા તમામ વાલીઓ અને સ્કૂલ વચ્ચે જે પ્રોબ્લેમ થઇ રહી છે. એમાં સ્કૂલ પ્રશાલન દ્વારા છેલ્લા પાંચ દિવસથી સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે. હવે તે 7 વાલીઓના કારણે 7000 બાળકોનું ભવિષ્ય ખરાબ થાય તે યોગ્ય નથી. તેઓની જવાવદારી કોણ લેશે.
પાંચ દિવસથી સ્કૂલ બંધ: વધુમાં જણાવ્યું કે આજે પાંચ દિવસથી સ્કૂલ બંધ છે. ચાર વર્ષથી તે વાલીઓએ ફીસ ભરી નથી અને કહે છે કે ડોનેશન લઈને ચલાવો. તેઓ જયારે ડોનેશન આપ્યું હતું ત્યારે સ્કૂલમાંથી કોઈ પ્રકારનું લખાણ લીધું હતું ખરું કે આ રીતેની પ્રોબ્લેમ આવશે તો તમે અમને અમારું ડોનેશન પરત આપશો. અમે બધાએ પણ ડોનેશન આપ્યું છે. એફઆરસીમાં 2017માં ચુકાદો આવ્યો હતો. તેના ઉપલક્ષમાં સ્કૂલે અમે બધાને ડોનેશન રીફંડ આપ્યું છે. અને એ પહેલાનું ડોનેશન સ્કૂલ રીફડ કરશે તો સ્કૂલને સરકારી સ્કૂલ જાહેર કરવી પડશે.
આ પણ વાંચો: Metas School in Surat: સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એડમિશન અટકાવ્યું, સ્કૂલ બહાર વાલીઓનો રામધૂન કરી વિરોધ
સ્કૂલ બંધ રાખવી યોગ્ય નથી: વધુમાં જણાવ્યું કે અમે પેલા વાલીઓ જોડે ચર્ચાઓ પણ કરી છે. તેઓ કહે છે કે અમારા છોકરાઓને સ્કૂલમાં અભ્યાસ નહિ આપો તો અમે 100 નંબર ઉપર ફોન કરી પોલીસને બોલાવી તોડફોડ કરશું આ રીતના તો નિવેદન વાલીઓ આપી રહ્યા છે. સ્કૂલ તે વાલીઓના બીકના કારણે બંધ રાખવી યોગ્ય નથી. એટલે સ્કૂલ ચાલુ કરો અને તે વાલીઓના કારણે અમારા બાળકોનો અભ્યાસ બગડવો જોઈએ નહિ. તેમને સ્કૂલથી પ્રોબ્લમ હોય તો તે સાત છોકરાઓને સ્કૂલે ના મોકલો. બાકી 7000 હજાર છોકરાઓને તો આવા દો તેઓ પોતાની ચાર વર્ષની ફીસ ભરી દે અને જયારે એમના ફેવરમાં ચુકાદો આવશે ત્યારે સ્કૂલ એમને ફરીથી ફીસ આપી દેશે.
આ પણ વાંચો: સુરતની મેટાસ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં, વાલીઓ પાસેથી ઉઘરાવ્યું ડૉનેશન
શું કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારીએ: આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ડી.આર.દરજી એ જણાવ્યું કે સ્કૂલનો જે મામલો હતો. ડોનેશન અને ફીસનો તે મામલે સ્કૂલ દ્વારા 7 જેટલાં વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી હતી. જેને લઈને હાલ થોડા દિવસ પેહલા જ અમે સ્કૂલને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. પરંતુ હવે સ્કૂલ બંધ રાખવામાં આવી છે. તે મને ખ્યાલ નથી હાલ આ મામલે મારે તપાસ કરવામાં આવશે કે ક્યા કારણોસર સ્કૂલ બંધ રાખવામાં આવી છે.