ETV Bharat / state

Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા

author img

By

Published : Feb 7, 2023, 7:11 PM IST

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા
Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા
સીસીટીવીને આધારે આરોપીઓ સુધી પહોંચી પોલીસ

સુરતઃ શહેર અને જિલ્લામાં ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે જિલ્લા LCBની ટીમને મોટી સફળતા મળી છે. અહીં કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ચલથાણ ગામમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી પાસેથી 5 રિવોલ્વર જેવા હથિયાર, 66 કારતૂસ, વાહનો મળી કુલ 4,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપાયો

પિસ્તોલની અણીએ લૂંટનો પ્રયાસઃ ચલથાણ ગામમાં આવેલા આદિનાથ જ્વેલર્સ શૉ રૂમમાં 28મીએ 6 લૂંટારુઓએ પિસ્તોલની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. લૂંટારુંએ ફાયરિંગ કરવા જતા મિસફાયર પણ થયું હતું. જવેલર્સે બૂમાબૂમ કરતા પકડાઈ જવાના ડરથી લૂંટારુંઓ ભાગી ગયા હતા. આ ઘટનામાં સુરત ગ્રામ્યની લૉકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે મહત્વની સફળતા મળી છે. પોલીસે લૂંટના પ્રયાસમાં સામેલ ત્રણ આરોપીઓને પિસ્તોલ સહિતના પાંચ હથિયાર અને 66 જીવતા કારતુસ સાથે પકડી પાડ્યા છે. આ આંતર રાજ્ય લૂંટારું ગેંગને ઝડપી પાડી ગ્રામ્ય પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

28મી જાન્યુઆરીના રોજ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતોઃ સુરત જિલ્લામાં કડોદરા ખાતે ચલથાણ સુગર ફેક્ટરી નજીક તુલસી પાર્ક સોસાયટીમાં આવેલા આદિનાથ જ્વેલર્સ શોરૂમમાં ગત 28 જાન્યુઆરીએ છ લૂંટારુઓ વારાફરતી શોરૂમમાં ઘુસ્યા હતા. અને તમંચા જેવા હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સ માલિકની કોઠાસૂઝ અને સતર્કતાને કારણે લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓનો પ્લાન નિષ્ફળ બન્યો હતો. તમંચામાંથી મિસફાયર થઇ જતા પકડાય જવાની બીકે લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો.

સીસીટીવીને આધારે આરોપીઓ સુધી પહોંચ્યાઃ તે દરમિયાન ગુનાની તપાસ કરી રહેલી સુરત ગ્રામ્યની એલસીબીને મંગળવારએ મોટી સફળતા હાથ લાગી હતી. એલસીબીએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ તેમ જ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી આરોપીઓને પકડવા પ્રયાસ શરૂ કર્યા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચલથાણના આદિનાથ જવેલર્સમાં લૂંટનો પ્રયાસ ઉત્તરપ્રદેશના જોનપુરના સોનાઈ ગામે રહેતા બ્રિજેશ રામઆશરે સિંગે તેના સાગરીતો સાથે કરી હતી.

સુરતના જિમ ટ્રેનરના ઘરમાં છૂપાવ્યા હતા હથિયારઃ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરતાં લૂંટારુઓ ભાગીને સુરત શહેર તરફ ગયા હતા. ત્યાં ડિંડોલી વિસ્તારમાં ટી બિલ્ડીંગ મંગલમ્ પાર્ક એપાર્ટમેંટમાં ભાડેથી રહેતા અને જિમ ટ્રેનર તરીકે કામ કરતાં હેમંત બ્રહ્મદેવસિંગ રાજપૂતના ઘરે હથિયારો છૂપાવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે મંગલમ્ પાર્ક એપાર્ટમેન્ટમાં તપાસ કરતા હેમંત બ્રહ્મદેવસિંહ રાજપૂત અને તેના પિતા બ્રહ્મદેવસિંહ તિલકધારીસિંહ રાજપૂતની પૂછપરછ કરી હતી. તપાસ દરમ્યાન ઘરમાંથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતા.

મુખ્ય આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપ્યોઃ લૂંટમાં સંડવાયેલા લૂંટારુઓ વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી હતી. તેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી. આઈ. ભાવિક શાહની એક ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી હતી. જોનપુર જિલ્લાના સોનાઈથી બ્રિજેશકુમાર રામઆશરે સિંગને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને સુરત ગ્રામ્ય એલસીબીની કચેરીએ લાવી કરેલી પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ પણ ખૂલ્યા હતા. આમાં વિશાલ ઉર્ફે કિશન રામચંદ્ર રાવત, બિનય શિવરામ યાદવ, વિશાલસિંહ ઠાકૂર, સાગર ગૌતમ, જ્યારે મુંબઈના મુકેશ, રાજેશ અને આલોકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ પોલીસે માત્ર બ્રિજેશકુમાર રામઆશરે સિંહ અને હેમંત બ્રહ્મદેવસિંહ રાજપૂત, તેમાં પિતા બ્રહ્મદેવસિંહ રાજપુત ધરપકડ કરી છે.

મુખ્ય આરોપીની પત્ની ગામની સરપંચઃ સુરતના ડિંડોલીથી પકડાયેલા પિતા પુત્ર પૈકી પૂત્ર હેમંત રાજપૂત સુરતના પોશ વિસ્તારમાં જિમ ટ્રેનર તરીકે કામ કરે છે અને ફાંકડું અંગ્રેજી બોલે છે. જ્યારે મુખ્ય આરોપી બ્રિજેશકુમાર રામઆશરે સિંહની પત્ની તેના ગામ સોનાઈની સરપંચ હોવાનું સામે આવ્યું હતું. બ્રિજેશકુમાર સામે ઉત્તરપ્રદેશના જોનપુરમાં મારમારી અને છેડતી સહિત ચાર ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે વોન્ટેડ વિશાલ ઉર્ફે કિસાન રામચંદ્ર રાવત સામે પણ જોનપુરમાં 2 ગંભીર ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ઉપરાંત વોન્ટેડ બિનયસિંગ યાદવ અને રાજેશ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ઉત્તરપ્રદેશમાં ગુંડા એક્ટ હેઠળ તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓ નોંધાયા હોય આ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

કબજે કરેલા હથિયારો અને અન્ય મુદ્દામાલઃ પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ ઑટોમેટિક પિસ્તોલ કિંમત 60 હજાર રૂપિયા, એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ. 10 હજાર, એક રિવોલ્વર કિંમત 25000 રૂપિયા, પિસ્તોલના 6 મેગેઝિન કિંમત 1,500 રૂપિયા, 66 જીવતા કારતૂસ 13200 રૂપિયા, ચાર ચપ્પુ કિંમત 400 રૂપિયા, એક હેન્ડગેસ ક્ટર અને ગૅસ કટરની બે બોટલ કિંમત 6000 રૂપિયા, મોટું કટર કિંમત રૂ. 500, સળિયા કિંમત રૂ. 1000, ગુજરાત પોલીસના લોગોવાળા યુનિફોર્મ એક તહતા પોલીસ બેલ્ટ બે તથા પોલીસ વ્હિસલ એક મળી 2500 રૂપિયા, 6 મોબાઇલ ફોન કિંમત 32000 રૂપિયા, એક મારૂતિ ઓમ્નીવાન કિંમત રૂ. 1 લાખ, એક ચાર મોટર સાઇકલ કિંમત રૂ 1.80 મળી કુલ 4 લાખ 100 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો.Conclusion:- ચલથાણની અન્ય એક જવેલર્સની દુકાનને પણ નિશાન બનાવવાના હતા,

આ પણ વાંચો Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર

ગેંગ લૂંટને આપવાની હતી અંજામઃ સુરત જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યુ હતું કે, આ ગેંગ ચલથાણની વધુ એક જ્વેલર્સમાં પણ લૂંટની ઘટનાને અંજામ આપવાની હતી. પરંતુ પોલીસની સતર્કતાથી લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ લૂંટની ઘટનામાં હજી ઘણા આરોપીઓ વોન્ટેડ હોય સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તેની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.