ETV Bharat / state

PhD on PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર PhD કરનાર સુરતના વકીલ ડો. મેહુલ ચોકસી - Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વભરમાં કરોડો ચાહક છે. પરંતુ તેમના કાર્ય અને નેતૃત્વના ગુણથી પ્રભાવિત થઈ સુરતના એક વ્યક્તિએ PM નરેન્દ્ર મોદી પર પીએચડી કરી છે. સુરતના એડવોકેટ મેહુલ ચોકસીએ લીડરશિપ ઈન ગવર્નન્સ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદી વિષય પર પીએચડી કરી છે.

PhD on Narendrabhai Modi
PhD on Narendrabhai Modi
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 4:30 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર PhD કરનાર સુરતના વકીલ ડો. મેહુલ ચોકસી

સુરત : આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરોડો ચાહક છે. પરંતુ સુરત ખાતે એક કાયદાના જાણકાર અને છેલ્લા ઘણા વર્ષોથી વકાલત કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કરી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે આ વ્યક્તિએ તેમના ગુડ ગવર્નન્સથી પ્રભાવિત થઈ પીએચડી શરુ કરી હતી. ડોક્ટર મેહુલ ચોકસીએ ડોકટરેટ ઓફ ફિલોસોફીમાં લીડરશિપ ઈન ગવર્નન્સ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદી પર પીએચડી કરી છે.

ડો. મેહુલ ચોક્સી : આમ તો એક વકીલને કાયદાની દરેક કલમ અંગે જાણકારી હોય છે. પરંતુ સુરતના એક વકીલ કાયદાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સની પણ જાણકારી રાખે છે. ઉપરાંત તેના પર પીએચડી કરી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ડોક્ટર મેહુલ ચોક્સીએ અભિનંદન આપતા જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિઝન સાથે ચાલે છે. તે વિઝન તમને G20 સમિટમાં જોવા મળી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછું નથી. RSSના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા.

એક સામાન્ય વ્યક્તિથી RSSના પ્રચારક અને ત્યાંથી ગુજરાતના સીએમ અને હવે ભારત દેશના વડાપ્રધાન બન્યા છે. તેના માટે એમનું એક વિઝન હતું અને એ વિઝન પકડીને ચાલનારા નરેન્દ્ર મોદી આજે વિશ્વ નેતા બની ગયા છે. જેનું ઉદાહરણ હાલમાં યોજાયેલ G20 સમિટમાં જોવા મળ્યું છે. -- એડવોકેટ મેહુલ ચોક્સી (નરેન્દ્ર મોદી પર PhD કરનારા)

નરેન્દ્રભાઈ મોદી પર PhD : ડોક્ટર મેહુલ ચોકસીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 માં પહેલી વખત કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમતી મળી હતી. નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને સુરતના વકીલે તેમના પર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. મેહુલ ચોકસીએ જણાવ્યું કે, તે વખતે એન્ટી ઈનકમ બંસીની વાત ચાલતી હતી. પરંતુ મેં મારા રિસર્ચમાં એન્ટી ઈનકમ બંસીની જગ્યાએ પ્રો ઈનકમ બંસી લખ્યું છે.

  1. PM Modi Birthday : પાટણથી 150 ટન માટી મંગાવી ગાંધીનગરમાં પીએમ મોદીનું રેત શિલ્પ બનાવડાવ્યું, કોણે કર્યો આ ઉદ્યમ જાણો
  2. Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.