સુરત: કોરોના વાઇરસના કારણે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિને પગલે ગરીબ અને શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની છે, ત્યારે આવા પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે સુરત કિન્નર સમાજ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત કિન્નર સમાજ દ્વારા શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી સલાબતપુરા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત કિન્નર સમાજ દ્વારા 150 જેટલી કીટ શ્રમજીવી અને ગરીબ પરિવારોને આપવામાં આવી હતી. જેમાં ચોખા, તેલ, દાળ સહિત લોટનો કીટમાં સમાવેશ કરાયો હતો.