સુરત હીરાનગરી સુરતે ફરી એક વખત લોકોને ડાયમન્ડ જ્વેલરીની ડિઝાઇનના કારણે આશ્ચર્યમાં મૂકી દીધા છે. સુરતના એક જ્વેલર્સએ 'શ્રીનિકા' વોચ બ્રેસલેટ બનાવ્યું છે. જેમાં 17 હજારથી વધુ ડાયમંડ ( Diamonds In Watch Bracelet )લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book Of Records ) માં નામ નોંધાવ્યું છે.
શ્રીનિકા પુષ્પનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં શ્રીનિકા પુષ્પ એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે આ પુષ્પ ભગવાન વિષ્ણુના હૃદયમાં સ્થાન વિરાજમાન છે અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ શ્રીનિકા નામેં સુરતના એક જ્વેલર્સ દ્વારા ખાસ સોનાની રીયલ ડાયમંડની વોચ બ્રેસલેટ ( Diamonds In Watch Bracelet )બનાવવામાં આવી છે. જેને ગિનિઝ બુક ઓફ રેકોર્ડ (Guinness Book Of Records )માં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો ભગવાનના વાઘાં જોઈને આપ પણ બોલી ઉઠશો 'OH MY GOD'
8થી 10 મહિનાની મહેનત અત્યાર સુધી લોકોએ અનેક ઘડિયાળ જોઈ હશે પરંતુ 17000થી પણ વધુ રિયલ ડાયમંડ જડિત ઘડિયાળ ( Diamonds In Watch Bracelet )જોઈ તમે પણ સ્તબ્ધ રહી જશો. સુરતના જ્વેલર્સ દ્વારા છે બ્રેસલેટ વોચ તૈયાર કરવામાં આવ્યું છે તે અમૂલ્ય બતાવે છે. કારણ કે ચારેય બાજુથી આ ઘડિયાળ રીયલ ડાયમંડથી જડિત છે. આ વોચ બ્રેસલેટ બનાવનાર જ્વેલર્સ દ્વારા જોકે તેની કિંમત જણાવવામાં આવી નથી. તેમ છતાં તેની કિંમત લાખો રૂપિયામાં હોઈ શકે છે. જ્વેલર્સ હેમલ કાપડિયાએ 8થી 10 મહિનાની મહેનતે આ વોચ બ્રેસલેટ કારીગરો પાસે તૈયાર કરાવ્યું છે. જેની કોપી કોઈ કરી શકશે નહીં. હોંગકોંગમાં (Surat Jewelers Break Hong Kong Record ) કોરોનેટ વોચના નામે અગાઉ 15000 ડાયમંડ લગાડવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. પરંતુ આ રેકોર્ડને સુરતે પોતાના નામે (Guinness Book Of Records ) કર્યો છે. જે સુરતની હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા તથા રેનાની જ્વેલ્સ જે યુપી મેરઠ મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે તોડીને પોતાના નામે રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો ત્રણ કિલો શુદ્ધ સોનાની કોટિંગ કરેલો ચાંદીની જરીનો લહેંગો જોઈ તમે કહેશો 'WOW'
શું ખાસિયત છે ? આ વોચ બ્રેસલેટમાં 17,524 રીયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. ડાયમંડનું વજન 54.70 કેરેટ છે. સોનાના બ્રેસલેટમાં 373.030 ગ્રામ રોઝ ગોલ્ડ છે. 12 બ્લેક નેચરલ રીયલ ડાયમંડ ( Diamonds In Watch Bracelet )લગાવવામાં આવ્યા છે. 0.72 કેરેટનો એક સોલિટર ડાયમંડ પીસ પણ લગાવવામાં આવ્યો છે. આ વોચમાં 113 બ્લુ સફાયર નેચરલ બગેષ્ટનો પણ લગાડવામાં આવ્યા છે.ૉ
રોઝ ગોલ્ડનો ઉપયોગ જ્વેલર્સ હેમલ કાપડિયાએ જણાવ્યું હતું કે, 8થી 10 મહિનાની મહેનતના અંતે બ્રેસલેટ વોચ ( Diamonds In Watch Bracelet )તૈયાર કરી છે. જેમાં ડાયમંડની સાથે રોઝ ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. હિન્દુ ધર્મની અનુભૂતિ થાય આ માટે આ વોચ બ્રેસલેટને શ્રીનિકા નામ આપવામાં આવ્યું છે. વિશ્વમાં આ એક માત્ર જ પીસ રહી શકે તે પ્રયાસ છે.