ETV Bharat / state

Surat Innovation : સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ, રોડ પર દોડી બનાના કાર, જાણો કોણે કરી કમાલ - ફન પર્પઝ કાર

સુરતમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ઇનોવેટિવ થિકિંગથી અલગ તરી આવે તેવી પ્રોડક્ટ આપી છે. સુરતના રોડ પર બનાના કાર દોડી ત્યારે સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ ગઇ હતી અને તેમણે બનાના કારની જાંચતપાસ કરી. સુરતીઓએ પહેલાં ક્યારેય ન જોઇ હોય એવી બનાના કારની કમાલ બીટેક વિદ્યાર્થી શિવમ મૌર્યએ કરી છે.

Surat Innovation : સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ, રોડ પર દોડી બનાના કાર, જાણો કોણે કરી કમાલ

author img

By

Published : May 8, 2023, 3:09 PM IST

બનાના કારની કમાલ બીટેક વિદ્યાર્થી શિવમ મૌર્યે કરી છે

સુરત : રોડ પર લાખો અને કરોડો રૂપિયાની ગાડી આમ તો લોકો જોતા હોય છે, પરંતુ સુરત શહેરના રોડ પર પ્રથમવાર બનાના કાર જોઈ દરેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સુરત ટ્રાફિક પોલીસ પણ બનાના કારને પ્રથમવાર જોઈ આશ્ચર્યમાં મુકાઈ છે કે આખરે કઈ ઓટો મોબાઇલ કંપનીએ બનાવી છે અને કાર કેવી રીતે ચાલે છે ? સુરત પોલીસ અને સુરતીઓ કેળાના આકારની રોડ પર દોડતી બનાના કાર જોઈ વિસ્મિત થયાં તેને સુરતની મહાવીર કોલેજમાં બીટેકનો અભ્યાસ કરતાં એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ બનાવી છે. બનાના શેપની આ કાર હાલ સુરતના રોડ પર જોઈ લોકો પોતાના કેમેરામાં તેને કેદ કરવા માંગે છે.

સુરત ટ્રાફિક પોલીસે તપાસી : બનાના કાર મેકર એન્જીનિયરનું નામ છે શિવમ મૌર્ય. શિવમ મૌર્યએ એક એવી બનાના કાર બનાવી છે કે જે આજ દિન સુધી ક્યારે પણ ગુજરાતના લોકોએ જોઈ નથી. આ બનાના કારને જોઈ સુરત ટ્રાફિક પોલીસના જવાનો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયાં એટલું જ નહીં આ બનાના કાર વારંવાર સ્પર્શ કરીને જોઈતપાસી હતી કે આ તો કેવી કાર છે અને કઈ રીતે ચાલે છે?

આ પણ વાંચો

Surat Innovation: સિનિયર સિટીઝનને મોલમાં હવે ચાલવું નહીં પડે, શોપિંગ કાર્ટ કાર તૈયાર કરી

Kutch News : વિધાર્થીઓ માટે તક, પસંદગી પામેલા નવા બિઝનેસ પ્લાનને ફાળવવામાં આવશે ગ્રાન્ટ

Surat News : ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર, નૃત્ય સંગીત સાથે શીખો ભણતર

બનાના કારની શું છે વિશેષતા : એન્જીનિયરિંગના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલી આ બનાના કારની ખાસિયત પણ તેની ડિઝાઇનની જેમ અનોખી છે. આ બનાના કાર સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ બનાના કારની અંદર 60 વૉટની બેટરી છે જે સિંગલ ચાર્જ પર 100 કિલોમીટર રેન્જ આપે છે. આની સ્પીડ 45 km પ્રતિ કલાક છે. જે રીતે સામાન્ય તરીકે ડીસી મોટર ચલાવવામાં આવે છે, આ જ રીતે આ બનાના કાર રોડ પર ચલાવી શકાય છે. બેટરી પણ લીધેમેન યુઝ કરવામાં આવી છે. જે વજનમાં હલકી હોય છે અને તેની રેન્જ પણ સારી હોય છે.

ફન પર્પઝ કાર : બનાના કારની ડિઝાઇન બનાવવા પાછળનો હેતુ શું હતો વિશે બીટેક વિદ્યાર્થી શિવમ મૌર્ય સાથે ઇટીવી ભારત દ્વારા વાતચીત કરવામાં આવી શિવમે જણાવ્યું હતું કે આ એક ફન પર્પઝ કાર છે જે આનંદ માટે બનાવાઇ છે. બનાના કાર માઉન્ટન અને બીચ પર પણ ચાલી શકે તે રીતે બનાવાઇ છે કારણ કે આવા સ્થળો પર મોટાભાગે આ પ્રકારના વાહનો ફરતાં હોય છે. જેથી બનાના કાર બનાવવાનો હેતુ એ છે કે ફન પર્પસ એરિયામાં લોકોને મનોરંજન પૂરું પાડે.

વિચાર કઇ રીતે આવ્યો : શિવમ મૌર્યે જણાવ્યું હતું કે બનાના કાર અમારો પ્રથમ પ્રોજેક્ટ નથી. અમે અગાઉ પણ અનેક એવા પ્રોજેક્ટ બનાવ્યા છે જે લોકો માટે ઉપયોગી બની રહે. હાલમાં જ હું એક બીચ પર ગયો હતો. જોકે બીચ પર અનેક કાર હોય છે ચલાવવા માટે ત્યારે મને વિચાર આવ્યો કે એક બનાના કાર પણ બનાવવી જોઈએ જે ફન પર્પસ એરિયામાં લોકોને મનોરંજન પૂરું પાડે. સામાન્ય રીતે લોકો કાર તો જૂએ પણ આવી રોડ પર દોડતી બનાના કાર બનાવવાનું વિચાર્યું હતું.

બનાના કાર બનાવવાનો પરિશ્રમ : બનાના કાર બનાવવાનું નક્કી કર્યાં બાદ આશરે એકથી દોઢ મહિના સુધી કાર શેપ કરવાનો સમય લાગ્યો. બીટેક વિદ્યાર્થી શિવમ મૌર્યે જણાવ્યું કે આ ડિઝાઇન ફાઇનલ થયા બાદ અમે બનાના કારને રોડ પર ટેસ્ટ કરી. આ સમયે લોકોનું ખૂબ જ સારું રિએક્શન અમને રોડ ઉપર જોવા મળ્યું. અમે જે પણ વ્હીકલ બનાવીએ છીએ તેનું ડિઝાઇન પોતે કરીએ છીએ. જો અમને આ કાર માઉન્ટેન ઉપર ચલાવવી હોય, ફ્લોર પર ચલાવવી હોય અથવા તો બીચ પર ચલાવવી હોય તો તેના અનુસંધાને અમે ડિઝાઇન કરી છે.

ઇકો ફ્રેન્ડલી વેહિકલ : બીટેક વિદ્યાર્થી શિવમ મૌર્ય દ્વારા નિર્મિત આ ફન પર્પઝ કાર પર્યાવરણ માટે હાનિકારક નથી. આ ઈલેક્ટ્રીક વાહન છે જે પર્યાવરણ માટે હાનિકારક નથી એટલું જ નહીં આ કાર અવાજ પણ કરતી નથી.જેને લઇને વાયુ પ્રદૂષણ કે ધ્વનિ પ્રદૂષણ થતું નથી. તે વિશે વાત કરતાં શિવમે કહ્યું કે અત્યારે આ કાર અમે નોર્મલ બીચ અને રોડ પર ચાલી શકે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી છે. રોડ પર ચલાવવા માટે અત્યારે નોર્મલ ટાયર્સ યુઝ કરવામાં આવ્યાં છે. જો આ કાર બીચ પર ચલાવવી હશે તો તેમાં થોડા ફેરફાર કરવા પડશે જેથી તેને બીચ તેમજ માઉન્ટેન પર ચલાવી શકીએ. આ કારમાં અમે કોઈ પેટ્રોલ એન્જિન વાપર્યું નથી અથવા તો કોઈ ડીઝલ એન્જીન પણ વાપરવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.