સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ એક્શન મોડમાં છે તેમ છતાં વ્યાજખોરના ત્રાસથી એક રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે પોલીસને ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે તપાસ કરી કતારગામ પોલીસે એક વ્યાજખોર ની ધરપકડ કરી છે. રત્નકલાકારે પોતાના સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે,'વ્યાજખોરો સામે કડક પગલું ભરશો.'
આ પણ વાંચો Surat crime news: પૂર્વ પ્રેમીએ મહુવાની ગાયિકાના બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા
વ્યાજખોરના દબાણ: સુરતના કતારગામ વિસ્તારમાં વ્યાજખોરના દબાણના કારણે રત્ન કલાકારે કમલેશભાઈએ આપઘાત કર્યો છે.મૃતકના જૂનાગઢ હિરેન પાસેથી મૃતકને પૈસા લેવાના નીકળે છે.ચીમન સોનીએ દબાણ કર્યાનું પણ સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે. સાથે તેઓએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે ગોલ્ડ લોન છોડાવી છે. હિરેને કમલેશભાઈને લાલચ આપી હતી કે એક કરોડના રોકાણ કરવાથી તેમને લાભ થશે.કમલેશભાઈએ હિરેનના કહેવાથી 1 કરોડ જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એક કરોડ તેઓએ પરિવાર અને સંબંધીઓ પાસેથી ઉછીના લીધા હતા. હિરેન પૈસા લઈને પરત આપતો ન હતો. અને કમલેશ ને કોઈ લાભ પણ કરીને આપ્યો ન હતો.
મોકલવા માગતા હતા: હિરેને મૃતકને ચિમન પાસેથી સોનુ લેવડાવ્યુ હતું. અને હિરેને કહ્યું હતું કે આ સોનાનું પૈસા હું આપી દઈશ. કમલેશભાઈ પાસેથી ત્યારબાદ હિરેન કેટલુંક સોનું પણ લઈ ગયો હતો.પોલીસે ચીમન સોનીની અટકાયત કરી છે. કમલેશ ભાઈના તેમના દીકરા પ્રિન્સને ફોરેન ભણવા મોકલવા માગતા હતા. આ માટે મૃતક કમલેશ ભાઈએ બે મિત્રોના ઓળખીતા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.
આ પણ વાંચો Surat Girl Child Molest Case : બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને 7 વર્ષની સજા
સ્યૂસાઇડ નોટ પણ મળી: સુરતના એડિશનલ કમિશનર પ્રવીણ માલે જણાવ્યું હતું કે 42 વર્ષીય કમલેશ ભાઈ રાદડિયાએ પોતાના ઘરે સુસાઈડ કર્યા હોવાની જાણ પોલીસને મળી હતી. પોલીસને સ્થળ પરથી સ્યૂસાઇડ નોટ પણ મળી છે. સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે તેઓએ દબાણના કારણે આ પગલું ભર્યું છે. તેઓએ આ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે વ્યાજખોરો સામે કડક પગલું ભરશો.
જેલમાં મોકલાયા: વ્યાજ કરો સામે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ એક્શન મોડ માં છે. લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે કે કોઈ વ્યાજખોર તેમને હેરાન કરતું હોય તો તેઓ પોલીસને ફરિયાદ આપી શકે છે. બીજી બાજુ ગેરકાયદેસર વધારે વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 20 દિવસમાં જ સુરત પોલીસે 161 ગુના વ્યાજખોરીને લઈ થતી ખોટી વસુલાતના દાખલ કર્યા છે. તો બીજી તરફ શહેરમાં આ પ્રકારની પઠાણી ઉઘરાણી બંધ થાય તે હેતુથી 8 વ્યાજખોરોને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી રાજ્યની જુદી જુદી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.