સુરત: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. સુરતનું રીઝલ્ટ 71.15 ટકા છે. એ વન ગ્રેડમાં સુરતના 16 જ્યારે એ ગ્રેડમાં 336 જેટલા વિદ્યાર્થીઓને સફળતા મળી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવા પાસ થયા છે કે જે આર્થિક મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યા હોય તેવા પરિવારથી આવે છે. આવી પરિસ્થિતિમાં પણ મહેનત કરીને વિદ્યાર્થીઓએ સારા માર્કસ મેળવ્યા છે. ખાસ કરીને એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરનાર રત્ન કલાકાર અને ઇન્સ્યોરન્સ એજન્ટના બાળકોએ પરીક્ષામાં ડંકો વગાડ્યો છે.
New Parliament building: મેના અંત સુધીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન થવાની સંભાવના
ડોક્ટર બનીને મારા પપ્પાનું સપનું પૂર્ણ કરું: એમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરનાર કર્મચારીની પુત્રી નેન્સીએ 99.09 મેળવ્યા છે, જણાવ્યું હતું કે, મહેનત ખૂબ કરી હતી પરંતુ આટલા પર્સન્ટાઇલ વિશે વિચાર્યું ન હતું. ખુશી ઘણી થાય છે જો તમે સાયન્સમાં છો તો રોજે વાંચવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ કાર્યને કાલ માટે નહીં છોડવાનું. હિત વેરડીયાએ જણાવ્યું હતું કે, મારો પર્સન્ટાઈલ 99.69 છે હું ઇકોનોમિકલ વિક સેકસનથી આવું છું મારું ડ્રીમ છે કે હું ડોક્ટર બનીને મારા પપ્પાનુ સપનું પૂર્ણ કરું. પપ્પા ઇન્સ્યોરન્સ એજન્ટ છે. મારા પિતાએ મને ભણવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે, તેવોએ જ મને કહ્યું હતું કે તું ડોક્ટર બન.
WFI Controversy: મને ફાંસી આપો પણ કુસ્તીની પ્રવૃત્તિઓ બંધ ન થવી જોઈએ
મારા પિતા રત્નકલાકાર છે, મહેનત કરતા રહેજો પરિણામ સારું આવશે: કૃશ વિરાણીએ જણાવ્યું હતું કે, 99.04 પર્સન્ટાઈલ છે મારા પપ્પા ડાયમંડ વર્કર છે. હું અને મારા પરિવારનું સપનું હતું કે, હું ડોક્ટર બનુ અને સારી ડીગ્રી મેળવવું. લોકડાઉન સમયે પરિવારમાં ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ જોઈ છે. લોકડાઉનમાં એકઝામ આપી નહોતી. અમારી ફર્સ્ટ એક્ઝામ હતી. મોટીવેશન માટે હું લોકોને કહીશ કે મહેનત કરતા રહેજો પરિણામ સારું આવશે. અન્ય વિદ્યાર્થી અનિરુદ્ધએ જણાવ્યું હતું કે, મારું પર્સન્ટાઈલ 99.7 આવ્યા છે. મારા પિતા રત્નકલાકાર છે. હું એટલું જ કહેવા માંગુ છે કે, જે પણ કરો સરખી રીતે કરો અને ખૂબ જ મહેનત કરો. લોકડાઉનમાં મે જોયું કે કોઈ પણ વેપાર બંધ થઈ શકે છે. પાનસુરીયા કશ્યપે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં મારું 650 માંથી 625 માર્ક આવ્યા છે હું રોજે છથી સાત કલાક વાંચતો હતો અને ખાસ કરીને એમસીક્યુ પર વિશેષ ધ્યાન આપ્યું. JEEમાં પણ મારા સારા માર્ક્સ આવ્યા છે.