ETV Bharat / state

Hsc Exam Result 2023 : આજીવન માર્ગદર્શન મળે તે માટે ધો 12માં પાસ થનારને વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભેટમાં અપાઇ - આશાદીપ શાળા ભગવદ ગીતા ભેટ

સુરતમાં ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા ભેટ આપવામાં આવી છે. વર્ષોથી એક શાળામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હોય ત્યારે હવે શાળા છોડીને કોલેજ તરફ પા પા પગલી ભરવાની હોય છે. તેને લઈને આજીવન સારું માર્ગદર્શન મળી રહે તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ ગીતા ભેટ આપવામાં આવી છે.

Hsc Exam Result 2023 : આજીવન માર્ગદર્શન મળે તે માટે ધો 12માં પાસ થનારને વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભેટ

author img

By

Published : May 2, 2023, 4:12 PM IST

ધો 12માં પાસ થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ગીતા ભેટ આપવામાં આવી

સુરત : આજે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ પાસ થનાર તમામ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છે, ત્યારે આવા તમામ વિદ્યાર્થીઓને આજીવન સારું માર્ગદર્શન મળી રહે આ માટે સુરતની આશાદીપ શાળા તરફથી વિદ્યાર્થીઓને ખાસ ભેટ આપવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપ અપાઇ હતી.

વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ : આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છે. તો બીજી બાજુ શાળા પૂર્ણ થતાં હવે તેઓ કોલેજમાં જશે અને પોતાની કારકિર્દી બનાવશે. વર્ષો સુધી જે શાળામાં ભણ્યા છે, ત્યાં શિક્ષકો દ્વારા હંમેશા તેમને સારું માર્ગદર્શન મળી રહે આ માટે પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ હવે તેઓ શાળાથી દૂર જઈ રહ્યા છે. તો તેમને આજીવન સારું માર્ગદર્શન મળી રહે આ માટે આશાદીપ શાળા તરફથી ધોરણ 12 સાયન્સ પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને પૂજનીય શ્રીમદ ભગવદગીતા ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી.

અનેક પરીક્ષાઓ વ્યક્તિને આપવી પડતી હોય છે : આમ તો શાળામાં તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા યોગ્ય અને તેમના જીવનને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. શાળામાં જે પણ શિક્ષણ મળે છે તે વ્યક્તિને આજીવન યાદ રહે છે. પરંતુ શાળા છોડ્યા બાદ જીવનમાં અનેક પરીક્ષાઓ વ્યક્તિને આપવી પડતી હોય છે અને આ પરીક્ષાઓમાં તેઓ સફળ થાય આ હેતુથી આશાદીપ શાળા દ્વારા ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat Education Board Result: રાજકોટના સવાણી કુંજને ગણિતમાં 100માંથી 100 માર્કસ મળ્યા

શ્રીમદ ભગવદ્ ગીતા તેમને માર્ગદર્શન આપશે : શાળાના સંચાલક શૈલેષ રામાણી જણાવ્યું હતું કે, પરીક્ષા પરિણામ આવ્યા પહેલા અમે વિચાર્યું કે અમે અમારા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપ શું આપીએ જેથી આજીવન તેમને માર્ગદર્શન મળી રહે. આ માટે અમે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતા સ્વરૂપ આપી રહ્યા છે કારણ કે, ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ પણ અનેક પરીક્ષાઓ જીવનમાં આવનાર છે. જેને સફળતાથી અને સારા માર્ગદર્શનથી પૂર્ણ કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા સિવાય અન્ય કોઈ ભેટ હોય શકે એમ નથી. વિદ્યાર્થીઓ જ્યાં પણ જશે તેઓને શ્રીમદ ભગવદ ગીતા ઉપયોગી બની રહેશે. કારણ કે શિક્ષક માતા પિતા દરેક જગ્યાએ હાજર રહેતા નથી અને કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ પણ જતા હોય છે, ત્યાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા તેમને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : Hsc Exam Result 2023: વડોદરા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 65.54 ટકા પરિણામ, ગત વર્ષ કરતા ઓછું પરિણામ

આ મારી કોઈ છેલ્લી પરીક્ષા નથી : વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે, શાળા દ્વારા જે ગીતા આપવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે અમે જીવનમાં ક્યાંક પણ જઈએ ત્યાં અમને યોગ્ય માર્ગદર્શન મળી રહે. કારણ કે આ મારી કોઈ છેલ્લી પરીક્ષા નથી ભવિષ્યમાં અમને અનેક પરીક્ષાઓ આપવાની છે. જે માટે અમારો મનોબળ દૃઢ રહે આ હેતુથી આ શ્રીમદ ભગવદ ગીતા અમને ભેટ સ્વરૂપ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.