ETV Bharat / state

Surat hit and run: સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં જરીવાળા પરિવારના પુત્રનું મોત

સુરતમાં બે પિતરાઈ ભાઈને કારચાલકે અડફેટે લેતાં પાલિકા અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું. પાલ RTO (Pal RTO of Surat )નજીક બાઈક પર પસાર થતી(Surat hit and run) વખતે આ ઘટના બની હતી. ઘટનાના ચાર દિવસ બાદ પણ પોલીસ (Surat city police)કારચાલકને પકડી શકી નથી.

Surat hit and run: સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં જરીવાળા પરિવારના પુત્રનું મોત
Surat hit and run: સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં જરીવાળા પરિવારના પુત્રનું મોત
author img

By

Published : Mar 11, 2022, 1:15 PM IST

Updated : Mar 11, 2022, 3:36 PM IST

સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આવેલ RTO કચેરી નજીક મંગળવારની રાત્રે બનેલી હિટ એન્ડ રન (Surat hit and run) ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો. પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતા 28 વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલાં કિમથી આવેલા પિતરાઈ ભાઈ સાથે ઘરકામનો(Surat city police) થાક ઉતારવા ભાવેશ બાઇક લઈ ફરવા નીકળ્યો હતો.

સુરતમાં હિટ એન્ડ રન

હવામાં ફંગોળાઇને નીચે પડતાં માથામાં ઇજા

અન્નપૂર્ણા મંદિર નજીક ટર્નિંગ નજીક સ્પીડમાં આવતી કારે બાઇકને અડફેટે લેતાં પાછળ બેસેલો ભાવેશ હવામાં ફગોળાઈ ગયો હતો. જ્યારે બાઇકચાલક અક્ષય જમીન પર પછડાયો(hit and run)હતો અને ભાવેશનું ઘટનાસ્થળે જ માથાની ઇજાને લઈ મોત નીપજ્યું હતું, જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેટળ લઈ જવાયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં હિટ એન્ડ રન: બાઇક પરથી પડી ગયેલી બેગ લેવા જતા કારે મારી ટક્કર, પત્નીનું મોત

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

CCTVમાં કાર સંજીવકુમાર ઓડિટોરિયમ તરફ જતી કાર દેખાય છે. મૃતક ભાવેશના પિતા પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે, જ્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. ભાવેશના પિતા પ્રમોદભાઈ જરીવાલાએ આ તેની છેલ્લી સફર રહેશે એ ક્યારે વિચાર્યું નહોતું. ઇજાગ્રસ્ત અક્ષયના પોલીસે નિવેદન પણ લઈ ગઈ છે.

કસૂરવારને તરત પકડવાની માગ

ઘટનાને 4 દિવસ કરતા વધુનો સમય વીતી ગયો છે. પોલીસ કારચાલકને પકડે અને કડકમાં કડક સજા અપાવે એ જ પરિવારની માગણી છે.
આ પણ વાંચોઃ Hit and run case: સુરતમાં ત્રણ વર્ષના બાળકને કારથી કચડી નાસી જનારો આરોપી આખરે ઝડપાયો

Last Updated : Mar 11, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.