સુરત : શહેરમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. શાકભાજીની લારી ચલાવનાર યુવકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ CCTV ફૂટેજમાં લોકોના રૂવાટા ઉભા કરતા દ્રશ્યો જોવા મળે છે, CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે બેફામ કાર ચાલકે ગરીબ લારી ચલાવનાર યુવકને ટક્કર મારે છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવનાર ગરીબ યુવકને અજાણ્યા કાર ચાલકે અડફેટે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દીકરાના મૃત્યુના બાદ પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રોડની એક બાજુ લારી લઈને યુવક પસાર થઈ રહ્યો છે, ત્યારે પાછળથી એક સફેદ રંગની કાર તેને જોરદાર ટક્કર આપે છે. યુવક અને તેની લારી હવામાં ફંગોળાઈ જાય છે. યુવકને ગંભીર ઇજાઓ થાય છે અને લારીની અંદરની શાકભાજી રસ્તા પર વિખરાઈ જાય છે.
આ પણ વાંચો : Ahmedabad hit and run case: સોલામાં હિટ એન્ડ રન કેસમાં સામેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
મૃતકનો પરિવાર : CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આખો રસ્તો ખાલી છે અને કારચાલકની બેદરકારી પણ આ CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે તે લારી ચલાવનાર યુવકને પાછળથી ટક્કર મારે છે. 42 વર્ષના વસંત મેવાલાલ ગુપ્તા શાકભાજીની લારી ચલાવે છે અને તેમના ચાર સંતાનો છે. વસંત ગુપ્તાના પુત્ર બાવીસ વર્ષે અંકિત પણ લારી ચલાવી પરિવારની આર્થિક મદદ કરે છે. રવિવારના રોજ જ્યારે તે ડીંડોલીના આરજેડી પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવેલી સફેદ રંગની જોરદાર ટક્કર મારી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ
અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ : એટલું જ નહીં આ દુર્ઘટનાને કારણે અંકિતના માથા છાતીના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત થતાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત અંકિતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અંકિતનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ડીંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સફેદ રંગની કાર ટક્કર મારે છે. આ દુર્ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું છે. જે CCTVના આધારે અમે તપાસ કરી રહ્યા છે.