સુરતની વરાછા કો.ઓપ.બેંકમાં સર્વિસ કરતો આ યુવાન જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલો અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોસ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા અને જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા આથી "બીજાના ભલામાં આપણું ભલું" ની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત પર કોલ આવ્યો કે તેના સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે."
22 વર્ષના યુવાને થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી આપ્યું નવજીવન
સુરત: સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના શાખપુર ગામના અને હાલ સુરત સ્થાયી થયેલ 22 વર્ષના મીત હિરપરા નામના યુવાને સુર્યગ્રહણનાં દિવસે 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને પોતાના સ્ટેમસેલનું દાન કરી તેના જીવનનું ગ્રહણ દૂર કર્યું હતું. બાળપણથી જ સમાજસેવા કરવાની ઇચ્છા ધરાવતો અને છેલ્લા 10 વર્ષથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર તરીકે સેવામાં જોડાયેલો આ યુવાન ખાસ અપીલ કરે છે કે સામાજિક સંસ્થાઓ સ્ટેમસેલના દાન અંગે સમાજમાં જાગૃતિ લાવે અને લોકોમાં આ બાબતે ગેરસમજણ દૂર થાય.
સુરતની વરાછા કો.ઓપ.બેંકમાં સર્વિસ કરતો આ યુવાન જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલો અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોસ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા અને જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા આથી "બીજાના ભલામાં આપણું ભલું" ની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત પર કોલ આવ્યો કે તેના સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે."
સુરત :શહેરના એક 22 વર્ષના યુવાનની નામ એનું મિત રમેશભાઈ હિરપરા મૂળ સૌરાષ્ટ્રમા આવેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામના અને હાલ સુરત સ્થાયી થયેલ મિત પોતાના સ્ટેમસેલનું દાન કરીને એક થેલેસેમિયા મેજર બાળકને નવજીવન આપ્યું.
Body:સુરતનો આ યુવાન M.comસુધીનો અભ્યાસ કરીને ત્યારબાદ સુરતની વરાછા કો.ઓપ. બેંક માં સર્વિસ કરે છે. અને તેમની વિશેષતા એ છે કે તે પોતે બાળપણ થી સમાજસેવા કરવાની ઇરછા ધરાવે છે અને પોતે છેલ્લા 10 વર્ષથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર તરીકે સેવામા જોડાયેલા છે ત્યાંથી જ તેમને સમાજસેવાના પાઠ શીખેલા અને તેઓએ 2017 થી Child and Youth Revolution Foundation મા સક્રિય રીતે કાર્ય કરે છે.
મેચ કેવી રીતે થયું..
સુરતમાં જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પ મા બ્લડ ડોનેશન કરવા ગયેલા અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોએ એક કાઉન્ટર રાખ્યું હતું અને ત્યાં દાત્રીના કાર્યકરો સ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા અને જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા આથી "બીજાના ભલામાં આપણું ભલું" ની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મિત હિરપરા પર કોલ આવ્યો કે "તમારા સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે અને તમે તેમને આપશો તો તેમને નવજીવન મળશે"
સ્ટેમસેલ મેચ થયા બાદ મિત એ વધુ જાણકારી માટે હિમેટોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને આ બાબતે વધુ માહિતી મેળવી અને જે પ્રશ્નો હતા તે દૂર કર્યા અને ત્યારબાદ આશીર્વાદ મેળવવા માટે તેમને BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજને આ વાત જણાવી અને આશીર્વાદ મેળવ્યા હતા. અને ત્યાર બાદ ડોનેશન કરવાનું નક્કી કર્યું હતું. અને રક્તકણો દાન કર્યા.
Conclusion:સામાજિક સંદેશો..
આ અંગેની વાતચીતમાં મીત હિરપરા ખાસ અપીલ કરે છે કે સામાજિક સંસ્થાઓ ખાસ સ્ટેમસેલ અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે એક જન આંદોલન ચલાવે અને લોકોમાં આ બાબતે ઘણી ગેર સમજ છે.તે દૂર કરી લોકો સ્ટમસેલના દાન અંગે પ્રેરાઈ જેથી બ્લડ કેન્સર ,થેલેસેમિયા મેજરનો ભોગ બનેલ બાળકોને પીડા માંથી મુક્ત કરી શકીએ.સ્ટેમ સેલ દાનમાં આપનારે કઇ ગુમાવવાનું નથી.પણ મેળવવાનું ઘણું બધું છે. સંતોષ, કોઈનું ભલું કર્યાનો આંનદ અને એક નિસ્વાર્થ સેવા દ્વારા શાંતિનો અનુભવ....તો ચાલો સૌ સાથે મળીને કોઈ માસૂમના જીવનમાં ખુશીનો દીપ પ્રગટાવીયે.