ETV Bharat / state

Surat Marriage: વરરાજા બળદ ગાડામાં ને જાનૈયાઓ વૈભવી કારમાં, પરંપરા સાથે આધુનિક જીવનશૈલીના થયા દર્શન

સુરતમાં વરઘોડાને જોઈને સૌ કોઈની આંખ ખૂલ્લીને ખૂલ્લી રહી ગઈ હતી. કારણ કે, અહીં વરઘોડામાં એકથી એક કરોડો રૂપિયાની વૈભવી કાર જોવા મળી હતી. પરંતુ વરરાજા પોતે બળદગાડામાં દેખાયા હતા.

Surat Marriage: વરરાજા બળદ ગાડામાં ને જાનૈયાઓ વૈભવી કારમાં, પરંપરા સાથે આધુનિક જીવનશૈલીના થયા દર્શન
Surat Marriage: વરરાજા બળદ ગાડામાં ને જાનૈયાઓ વૈભવી કારમાં, પરંપરા સાથે આધુનિક જીવનશૈલીના થયા દર્શન
author img

By

Published : Feb 25, 2023, 4:16 PM IST

Updated : Feb 25, 2023, 7:54 PM IST

વરરાજાનો વીડિયો વાઈરલ

સુરતઃ શહેરમાં ભાજપના નેતાના પૂત્રનો વરઘોડો જોઈ ભલભલા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. કારણ કે, અહીં વરરાજા બળદ ગાડામાં સવાર જોવા મળ્યા હતા. બીજી તરફ આ જ વરઘોડામાં સૌથી વધુ લક્ઝુરિયસ અને સ્પોર્ટ્સ કાર જોવા મળી હતી. આ વરઘોડો આશરે 2 કિલોમીટર લાંબો હતો. ગુજરાતમાં પ્રથમ વાર આવો વરઘોડો નીકળ્યો હશે, જેમાં વરરાજા બળદગાડામાં અને તેમની આગળ પાછળ કરોડો રૂપિયાની ગાડીઓ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Rajkot Unique Wedding: અનોખી વિદાય, સાસરિયા પક્ષ હેલિકોપ્ટરમાં વેલ લેવા આવ્યા

વરરાજા બળદ ગાડામાં સવારઃ આ વરઘોડામાં એકથી એક ચઢિયાતી વૈભવી કાર જોવા મળી હતી. જોકે, આવું કદાચ ફિલ્મમાં જ જોવા મળતું હોય છે. પરંતુ આવી કરોડો રૂપિયાની 100 જેટલી ગાડીઓ સુરતના વરાછા વિસ્તારમાં જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કરોડો રૂપિયાની ગાડી એક બાદ એક તો નીકળી રહી હતી, પરંતુ જેના માટે આ ગાડીઓ નીકળી રહી હતી. તે વરરાજા કોઈ કરોડો રૂપિયાની ગાડીમાં નહીં, પરંતુ બળદ ગાડામાં બેેઠેલા જોવા મળ્યા હતા.

કરોડો રૂપિયાની 100 જેટલી કાર
કરોડો રૂપિયાની 100 જેટલી કાર

કરોડો રૂપિયાની 100 જેટલી કારઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં 2 કિલોમીટર લાંબો વરઘોડો જોવા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. વાત જાણે એમ છે કે, શહેરના ભાજપના નેતા ભરત વઘાસિયાએ બંને પૂત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા. વરઘોડો વરાછા વિસ્તારના રિવર પેલેસથી નીકળી શહેરના ઉતરાયણ પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યો હતો. તે દરમિયાન એકથી એક કરોડો રૂપિયાની વૈભવી કાર આ વરઘોડામાં સામેલ હતા, પરંતુ વરરાજા કોઈ લક્ઝૂરિયસ કારમાં નહીં, પરંતુ બળદ ગાડામાં દેખાયા હતા.

આ પણ વાંચોઃ Rajkot Marriage Kankotri : પુત્રીના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં દારૂના દૂષણને દૂર કરવા અનોખી પહેલ

આધુનિક જીવનશૈલીને બતાવવાનો પ્રયાસઃ ભાજપના નેતાએ પોતાના પૂત્રોના લગ્નમાં સૌરાષ્ટ્રની પરંપરા સાથે આધુનિક જીવનશૈલીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ નેતા ભરત વઘાસિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જ્યારે વરઘોડો નીકળે છે. ત્યારે બળદ ગાડામાં જાન લઈને જાય છે. એ અમારી જૂની પરંપરા છે, પરંતુ મારા બંને દિકરાઓ ઈમ્પોર્ટેડ અને મોંઘી કારના શોખીન છે. આ માટે પરંપરા જાળવી રાખવાની સાથે એમના શોખ પણ અમે પૂર્ણ કરવા માટે 50 લાખથી લઈને 5 કરોડ સુધીની ગાડીઓ વરઘોડામાં સામેલ કરી હતી. તેમણે ઉંમેર્યું હતું કે, મારા દિકરાના લગ્નમાં તેમના નવસારી, મુંબઈ અને વલસાડના મિત્રો આવ્યા હતા. આ લગ્ન લોકોને યાદ રહે એ માટે આ આયોજન કરાયું હતું. જોકે, સૌથી વધુ લક્ઝ્યુરિસ કાર સાથે જાન લઈને મારો દિકરો વરઘોડો લઈને પહોંચ્યો હતો.

Last Updated : Feb 25, 2023, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.