ETV Bharat / state

India Gold Import: સુરત એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગ કેસ બાદ ગોલ્ડ આયાત પર પ્રતિબંધ, સરકાર પાસેથી લેવી પડશે મંજૂરી

સોનાની દાણચોરીના વધતાં કેસને લઈને કેન્દ્ર સરકારે ગોલ્ડ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આયાત માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. જાણો આ મામલે ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન ગુજરાતના ડિરેક્ટરનું શું કહેવું છે ?

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી
સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી
author img

By

Published : Jul 24, 2023, 8:21 PM IST

ગોલ્ડ આયાત પર પ્રતિબંધ

સુરત: છેલ્લા કેટલાક મહિનાથી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી રહી છે. માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ શહેરોમાં આવી જ રીતે કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. સુરત ગોલ્ડ સ્મગલિંગ કેસની ગંભીરતા બાદ ભારત સરકારે ગોલ્ડ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કેટલીક સોનાની જ્વેલરી અને અન્ય વસ્તુઓની આયાત ૫૨ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી નોટિફિકેશન જાહેર કરી દીધી છે.

"આ પગલું કેટલીક બિન-આવશ્યક વસ્તુઓની આયાતને રોકવામાં મદદ કરશે. અને દાણ ચોરી પર પણ અંકુશ મુકશે. હવે આયાતકારે આ ગોલ્ડ પ્રોડક્ટ્સની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ પરવાનગી લેવી પડશે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધન ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આયાત કરે છે. વચ્ચેનાં મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ આયાત પર લાગુ થશે નહીં." - નૈનેશ પચ્ચીગર, ડિરેક્ટર, ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન ગુજરાત

ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓમાં વધારો: સાથે તેઓએ જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી સોનાની દાણચોરીની ઘટના વધી છે. મુંબઈ અને અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી કરી શકાય છે આ જ કારણ છે કે ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. આ વાત કેન્દ્ર સરકારને ધ્યાને આવી હશે. આવી સ્મગલિંગની ઘટનાઓ પર બ્રેક લગાડવામાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે આયાત માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.

સોનાની આયાત ઘટી: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે સમયગાળા દરમિયાન મોતી અને રત્નોની આયાત 25.36 ટકા ઘટીને 4 બિલિયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત પણ 4.7 અબજ ડોલર થઈ છે. મુખ્યત્વે યુએઈ, ઈન્ડોનેશિયા આયાતકાર દેશ છે. દેશના જ્વેલરી અને યુએસએ જેવા દેશોમાંથી આયાત કરવામાં આવ્યું હતું. જથ્થાના સંદર્ભમાં ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે.

આયાત પર 15 ટકા ટેક્સ: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ભારતની સોનાની આયાત 2022- 23માં 24.15 ટકા ઘટીને 35 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં પીળી ધાતુની આયાત 46.2 અબજ ડોલર હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, જેમ્સ અને જ્વેલરીની નિકાસ ત્રણ ટકા ઘટીને લગભગ 38 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ ખાતાની ખાધ (CAD) ને કાબુમાં લેવા માટે સરકારે ગયા વર્ષે સોના પરની આયાત જકાત 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

  1. Surat Gold Smuggling Case : સુરત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરહાન પટેલ નામના આરોપીની ધરપકડ, દુબઈના ભારતીય સાથે હતો સંપર્કમાં
  2. Surat Crime : 48 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઈડી તપાસમાં જોડાશે, હવાલા કારોબારી શામેલ હોવાની આશંકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.