સુરત: શહેરના સરથાણા વિસ્તારના શ્યામધામ ચોક પાસે આવેલ વૈષ્ણવી મેડિકલ સ્ટોર સંચાલક અતુલભાઈ કાનપરિયા સામે છેડતીની(Surat girl teasing case) ફરિયાદ નોંધાઇ છે. એક યુવતી વૈષ્ણવી મેડિકલ સ્ટોર પર દવા લેવા આવી હતી. દવા લીધા બાદ દવાના 110 રૂપિયા થતા હતાં. જોકે યુવતી (Teasing a girl in Surat ) પાસે 100 રૂપિયા હતા જેથી તેમને મેડિકલ સંચાલકને 10 રૂપિયા પછી આપી જઉં છું તેવું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતી એ ફેશવોશ જોવા માટે માંગ્યું હતું અને ફેશવોશ પરત કરતી વેળા એ મેડિકલ સંચાલકે યુવતીનો (teasing in sarthana) હાથ પકડી યુવતીના શરીર પર હાથ ફેરવ્યો હોવાના આક્ષેપ (Surat girl molestation case) યુવતીએ કર્યા હતાં. જોકે ત્યારબાદ યુવતી મેડિકલ સંચાલકનો હાથ ઝાટકી ત્યાંથી નીકળી ગઈ હતી. અને થોડીવાર બાદ ઘરે જઈ યુવતીએ તેમના કાકાને જાણ કરી હતી.
આ પણ વાંચો: ડીસા કોર્ટનો મહત્વનો ચુકાદોઃ સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન નામંજૂર
સંચાલક અતુલ ભાઈ કાનપરિયાની અટકાયત
ત્યારબાદ યુવતીએ મેડિકલ સ્ટોર પર આવી મેડિકલ સંચાલકને માથામાં કેલ્ક્યુલેટર મારી દીધું હતું અને લોક ટોળું એકત્ર (surat police) થઈ ગયું હતું. ઘટનાની જાણ સરથાણા પોલીસને કરતા તેમને મેડિકલ સંચાલક અતુલભાઈ કાનપરિયાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Junagadh Honey Trap Case: પુરુષને હની ટ્રેપમાં ફસાવી તોડ કરનારા 4 વિધર્મી ઝડપાયા