સુરત : સિનિયર સિટિઝન સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ શ્રુતિ નગર પાસે 500થી વધારે સિનિયર સીટીઝનનું ગ્રુપ છે. આ સિનિયર સિટીઝન સાથે થોડા સમય પહેલા જ એક ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા મથુરા, ગોકુળ, હરિદ્વાર ઓછા પૈસામાં લઈ જવામાં આવશે તેવું કહીને પૈસા લઈને ગયા હતો. પૈસા લઈ લોકોને ઓનલાઇન ટિકિટ તો મોકલી પણ ઓરીજનલ ટિકિટ હજી સુધી આપવામાં આવી નથી. લોકો સુરતથી હરિદ્વાર જવાના હતા. પરંતુ ટુર સંચાલક અને તેની માતા ફોન સ્વીચ ઓફ કરીને કસે જતા રહ્યા છે. ટ્રાવેલ્સનો સંચાલક અજય તેની માતા ભાજપમાં ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચુકી છે. આ બાબતને લઈને સિનિયર સિટિઝન દ્વારા સુરત પોલીસ કમિશનને આ આવેદનપત્ર આપ્યું હતું.
ટુર સંચાલકના માતા ભૂતપૂર્વ કોર્પોરેટર : આ બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા મહિલા માલતી ગાંધીએ જણાવ્યું કે, અમે લોકો હરિદ્વાર, ગોકુલ, મથુરા જવાના હતા. અજય કરીને એક છોકરો છે તેની માતા ભાજપમાં છે. તેઓ અમારે ત્યાં આવીને અમારી પાસે પૈસા લઈ ગયા છે. અમારા બધાને મળીને કુલ પંદર લાખ રૂપિયા છે. અમારી 31 તારીખની આજની રાતની ટુર છે. એ ભાઈ છેલ્લા પાંચ દિવસથી ફોન ઉંચકતા નથી. એમની માતા પણ ફોન સ્વીચ ઓફ કરીને કસે જતા રહ્યા છે. જેના ઘરે તપાસ કરી તો ત્યાથી જાણવા મળ્યું કે, એ લોકોએ ઘર ખાલી કરીને કસે જતા રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Crime News : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો
સંચાલક ફોન સ્વીચ ઓફ કરીને બેસી ગયો : વધુમાં જણાવ્યું કે, એ ભાઈને આજે રાતે 2:00 વાગે ટુર છે તમે એમને લોકો એટલે તમને પૈસા મળી જશે. એમની બીજી 20 તારીખે પણ એક ટૂર છે. અમારે ટિકિટ પણ કરાવી નથી. અમને કહ્યું કે એકથી દસ તારીખની અંદર તમારી મીટીંગ છે. ત્યારબાદ તેઓ ફોન સ્વીચ ઓફ કરીને બેસી ગયો છે.
આ પણ વાંચો : Surat Crime : પિતાના નામ પર દીકરાએ પાણી ફેરવ્યું, હીરાની છેતરપિંડીમાં ઝડપાયો
પૈસા સાથે શું શું આપ્યું : આ બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા મહિલા શકુન્તલા મસાલાવાલાએ જણાવ્યું કે, મને બધા જણાવ્યું કે આપણે બધા હરિદ્વાર જવાનું છે તો મને એમ થયું કે, 3000 રૂપિયામાં જ લઈ જવામાં આવે છે તો સારું છે. ત્યારબાદ મેં મારા સગા સંબંધીઓને ભેગા કર્યા અને ત્યારબાદ મેં જેમ તેમ કરીને બધા પૈસા ભેગા કરીને પૈસા ભરવા પણ ગયા હતા. ત્યાં અમે પૈસા અમારો આધારકાર્ડ અને મારા ફોટો પણ આપ્યો હતો. તો અમે તેમને પૂછ્યું કે, અમને ક્યારે લઈ જશો તેમણે જણાવ્યું હતું કે, તમે ત્રીજી ટુરમાં લઇ જવામાં આવશે. આવું કહીને અમારો વિશ્વાસ જીત્યો છે.