કેન્દ્ર સરકાર કરાર કરવા જઈ રહી છે. આ કરારને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ જ કારણ છે કે આ કરારમાં ટેક્સટાઇલ ઉદ્યોગને સામેલ ન કરવામાં આવે તે હેતુથી સુરતના લિંબાયત વિસ્તારમાં એકઠા થયેલા આશરે 5000 જેટલા લુમ્સના કારખાનામાં કામ કરતા કારીગરોએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા છે. આ પોસ્ટ કાર્ડ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી છે કે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને આ કરારમાં સામેલ કરવામાં નહી આવે. છેલ્લા કેટલાક વર્ષથી નોટ બંદી અને જીએસટી પછી ટેક્સટાઇલ ઉદ્યોગની હાલત કફોડી બની છે અને આવા નવા કરારના લીધે ચાઇના સહિત અન્ય દેશો એન્ટિ ડમ્પીંગ કરી સસ્તો માલ દેશમાં મોકલશે, જેના કારણે સુરતનું કાપડ કોઈ ખરીદશે નહી જેની દહેશત હાલ સુરત ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.
આજ કારણ છે કે વિવર્સને ત્યાં કામ કરતા કારીગરોએ વડાપ્રધાનને આ કરાર ન કરવા અપીલ કરી છે જેથી લાખો લોકોની રોજગારી છીનવાઈ જાય નહી.