સુરત : પિતા માટે દીકરી સૌથી વ્હાલી હોય છે, પરંતુ સુરતમાં જે કરુણ ઘટના બની છે. સરથાણા નેચરપાર્ક નજીક કમ્પાઉન્ડમાં વોલ બનાવવાનું કામ ચાલુ હતું. વોલ બનાવવા માટે ટ્રેક્ટરમાં બેસેલા ડ્રાઇવર પિતાએ પોતાની બે વર્ષની માસુમ દીકરીને પણ પોતાના ખોળામાં બેસાડી હતી. પરંતુ ચાલુ ટ્રેક્ટરમાંથી બાળકી અચાનક જ પિતાના ખોળામાંથી નીચે પડી ગઈ હતી અને ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. જેના કારણે બાળકીના માથાના ભાગમાં ભારે ઇજાઓ થઈ ગઈ હતી. ટાયર નીચે માથાનો ભાગ ચગદાઈ ગયો હતો. આ ઘટનામાં સ્થળે પર જ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Junagadh News : ઘરમાં બાળક હોય તો સાવધાન, બાળકે ઘરમાં પડેલો પદાર્થ ખાઈ જતા થયું મૃત્યુ
અચાનક જ બાળકી નીચે પટકાઇ હતી : જે પુત્રી આટલી વ્હાલી હતી કે, કામ કરતી વેળા એ પણ પિતાએ પોતાના ખોળામાં બાળકીને બેસાડીને ટ્રેક્ટર ચલાવી રહ્યો હતાં. તે જ બાળકી માટે પિતા કાળ બની ગયા હતા. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં મજુરી કામ કરનાર સુરેશ સિંગાડીયા પત્ની અને બે વર્ષની પુત્રી પ્રિયંકા તેમજ ત્રણ માસની દીકરી સાથે સુરતમાં રહે છે. તે મજૂરી કામ કરી પરિવારનું ભરત પોષણ કરે છે. હાલ સરથાણાં નેચરપાર્ક કમ્પાઉન્ડ વોલની કામગીરી ચાલી રહી હતી, જ્યાં સુરેશ બે વર્ષની પુત્રીને ખોળામાં બેસાડીને ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને અચાનક જ બાળકી નીચે ફટકાઈ હતી.
આ પણ વાંચો : Navsari News : પતિના મૃત્યુની જાણ થતાં પત્નીના પ્રાણ નીકળી ગયા, સેવાભાગી દંપતીએ પકડી અનંતની વાત
દીકરીને ખોળામાં બેસાડી હતી : સરથાણા પોલીસના PSO દિનેશભાઈએ જણાવ્યું હતું કે, પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને અહીં રોજગાર માટે આવ્યો હતો. મરનાર બાળકી બે વર્ષની છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પિતા ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા અને પોતાની દીકરીને ખોળામાં બેસાડી હતી. પરંતુ અચાનક જ બાળકી નીચે પડી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે આકસ્મિક અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.