- સાડા ત્રણ વર્ષથી ખોવાયેલ પુત્ર પિતાને મળ્યો
- કોરોના વેકસીનના કારણે પુત્ર મળ્યો
- પુત્ર ડિજિટલ માર્કેટિંગની જોબ કરતો હતો
સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા વસંતભાઇ પટેલનો દીકરો નાસિકમાં એન્જિનિયરિંગ ભણતો હતો. પરંતુ 3 વર્ષ 4 મહિના પહેલા તે અચાનક જ સુરતથી ગુમ થઈ ગયો હતો. ધણા સમયથી શોધખોળ કરી રહેલા પરિવારજનો ચિંતાતુર હતા. વસંતભાઇના દીકરાનુ નામ લકેશ હતું. તેમના પુત્ર લકેશનું કોઈપણ પ્રકારે જાણકારી મળતી ન હતી. પરંતુ વચ્ચે કોરોના કાળ હોવાના કારણે પણ પરિવારને પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે વસંતભાઈની મુલાકાત સુશીલ કુંભારે સાથે થઈ હતી. સુશીલ કુંભાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલના અંગત ફોટોગ્રાફર છે.
કેવી રીતે પુત્ર મળ્યો..
એક પિતાની મદદ કરવા માટે તેઓએ ગાંધીનગર આઈબીના DCI ભગવત સિંહ વનારને આ અંગે માર્ગદર્શન મેળવવા માટે જાણકારી આપી હતી. ત્યારે DCI ભગવતસિંહ વનાર સુશીલે જણાવ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાનું હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય આ માર્ગદર્શન બાદ સુશીલે લકેશના આધાર કાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમણે સફળતા મળી. ગુમ થયેલ લકેશ બેંગ્લોર હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો હતો અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.
આખરે ખબર પડી કે તે બેંગ્લોરમાં છે
વસંતભાઈ એ જણાવ્યું હતું કે, પુત્ર આશરે સાડા ત્રણ વર્ષથી ગુમ હતો. તેની શોધખોળ માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેની જાણ થઇ ન હતી. ત્યારે સુશીલભાઈ અને DCI ભગવતસિંહ વનારના માર્ગદર્શન અને મદદના કારણે આખરે મારો પુત્ર મને મળી આવ્યો છે. તે કોરોના વેકસીન લગાવી હશે તે અંગેની જાણ થતાં અમે તેના આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લઈ આવ્યા હતા અને આખરે ખબર પડી કે તે બેંગ્લોરમાં છે આજે અમે તેને મળ્યા છે. પૈસા કમાવવા માટે તે બેંગ્લોર આવી ગયો હતો અને હાલ તે ડિજિટલ માર્કેટિંગની જોબ કરે છે.
આ પણ વાંચોઃ ઝીરોથી હીરો : રત્નકલાકારનો એન્જિનિયર પુત્ર 10 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક
આ પણ વાંચોઃ અપાર કળિયુગ: ખેડામાં લાકડીના ફટકા મારી પુત્ર દ્વારા પિતાની હત્યા